Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ઓઢવમાં રખડતા ઢોરના ત્રાસથી યુવકનું મોત થયું

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૧
રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે. રખડતા ઢોરોનાં ત્રાસના કારણે અનેક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પાટણમાં ચાર મહિલાઓને આખલાએ અડફેટે લીધા હતા. જે બાદ બે મહિલાનાં મોત થયા હતા અને બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. રખડતા ઢોરનાં ત્રાસથી એક ટેમ્પાચાલકનું મોત નીપજ્યું છે. અમદાવાદમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લેતા લોકોમાં પણ રોષ જાેવા મળી રહ્યો છે. તાજેતરમાં રાજ્યમાં રખડતા ઢોરોનાં ત્રાસથી ચાર લોકોનાં મોત થયા છે.પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં રખડતા ઢોરનાં ત્રાસના કારણે વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રખડતા ઢોરનાં ત્રાસના કારણે એક ટેમ્પાચાલ યુવકના મોતની ઘટના સામે આવી છે. જેમાં ૩૦ વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટના ૧૯ સપ્ટેમ્બરના રોજ બની હતી. રખડતા ઢોરનાં ત્રાસના કારણે ટેમ્પો પલટી ગયો હતો. જે બાદ યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી.ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે બાદ સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ યુવકના પરિવારજનોમાં શોકનો માતમ છવાયો છે. લોકોમાં પણ રખડતા ઢોરોનાં ત્રાસ સામે રોષ જાેવા મળી રહ્યો છે. રખડતા ઢોરોનાં ત્રાસના કારણે ઓઢવમાં રહેતા યુવકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. યુવક ટેમ્પો લઈને જઈરહ્યો હતો એ સમયે રખડતા ઢોર વચ્ચે આવી ગયા હતા.
જેના કારણે ટેમ્પો પલટી ખાઈ ગયો હતો.સારવાર દરમિયાન યુવકનું મોત થતા ઓઢવ પોલીસ સ્ટેશનમાં અક્સમાતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અગાઉ પણ નરોડા વિસ્તારમાં રખડતા ઢોરોનાં ત્રાસના કારણે એક યુવકનું મોત નીપજ્યું હતું. એ બાદ ઢોરનાં માલિક અને કોર્પોરેશનના જવાબદાર લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે આ કેસમાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે ઓઢવના કેસમાં પણ તપાસ બાદ ગુનો દાખલ થઈ શકે છે. મહત્વનું છે કે, તાજેતરમાં રાજ્યમાં રખડતા ઢોરોનાં ત્રાસના કારણે ચાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઓઢવની ઘટના પહેલાં પાટણમાં રખડતા ઢોરનાં કારણે બે મહિલાઓના મોત થયા હતા. જ્યારે સુરતના ઓલપાડમાં બાઈક પર જઈ રહેલાં બે યુવકોને રખડતા ઢોર નડતા ઈજા પહોંચી હતી. જેમાં એક યુવકનું મોત થયું હતું. ત્યારે તંત્રએ પણ આ મામલે કાર્યવાહી કરવાની જરુર છે.

Related posts

લોકો ક્વોરન્ટાઈન થવાના ડરથી કોરોના ટેસ્ટ નથી કરાવતા

saveragujarat

મંકીપોક્સ રોગ થી ગભરાવવાની જરૂર નથી સાવચેતી જરૂર થી રાખીએ

saveragujarat

સાળંગપુરમાં હનુમાન દાદાની મૂર્તિ રૂ. ૪ કરોડના ખર્ચે તૈયાર

saveragujarat

Leave a Comment