Savera Gujarat
Other

અલકાયદાની ધમકી અને રથયાત્રાને પગલે રાજય પોલીસ એલર્ટ

સવેરા ગુજરાત /ગાંધીનગર, તા. 17
ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપૂર શર્માના નિવેદન બાદ આતંકી સંગઠન અલકાયદાએ ગુજરાતમાં આત્મઘાતી હુમલો કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ આવી રહેલી જગન્નાથ ની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થાય તે માટે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ તમામ પોલીસ અધિકારીઓ સાથે મહત્વની વિડીયો કોન્ફરન્સ કરી હતી. અને ગુજરાતમાં કોઈપણ જાતની અઘટિત ઘટના બને નહીં તે માટે જરૂરી પગલાં લેવાની સૂચના આપી છે.

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ કરેલા વિવાદિત નિવેદન બાદ આતંકી સંગઠન અલકાયદાએ ગુજરાતમાં આત્મઘાતી હુમલા કરવાની ચેતવણી ઉચ્ચારી છે. તો બીજી તરફ અષાઢી બીજના રોજ રાજ્યના કેટલાક શહેરો અને નગરોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પણ નીકળશે જેને લઇને ગુજરાત પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન થકી રાજ્યમાં શાંતિ સલામતી અને સુરક્ષાના પગલા લેવાના આદેશ કરવામાં આવ્યા છે. અષાઢી બીજના રોજ નીકળનારી રથયાત્રા સંદર્ભે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ તમામ પોલીસ અધિકારીઓ સાથે મહત્વની વિડીયો કોંફરન્સ કરી હતી.

જેમાં તમામ શહેર અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા આ તબક્કે રાજ્ય પોલીસ વડાએ સુચના આપી છે. અને તાકીદ કરી છે કે રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં નીકળનારી રથયાત્રા શાંતિ સલામતી અને કોમી એખલાસ સાથે સંપન્ન થાય તે માટે તમામ પોલીસ અધિકારીઓએ એક્શન પ્લાન બનાવી અસરકારક આગોતરા પગલાં લેવા.

વિડિયો કોન્ફરન્સ માધ્યમથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે થયેલી આ સમીક્ષા બેઠકમાં આશિષ ભાટિયાએ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા તમામ પોલીસ અધિકારીઓને તાકીદ કરી છે અને કહ્યું છે કે રથયાત્રાના રૂટ ઉપર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ઉપરાંત રથયાત્રાના રૂટ પર ભભદિં નેટવર્ક દ્વારા અસરકારક મોનીટરીંગ કરવાની સ્પષ્ટ સૂચના આપી છે.

સાથે સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ ઉપરાંત વાહન પેટ્રોલિંગ વધુમાં વધુ થાય તે માટે તાકીદ કરી છે. સમીક્ષા બેઠકમાં તમામ પોલીસ અધિકારીઓને રાજ્ય પોલીસ વડાએ સુચના સાથે માર્ગદર્શન આપતાં કહ્યું કે અગાઉના વર્ષોમાં જે સ્થળોએ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોય તો તેવા સ્થળો અને વિસ્તારો ઉપર વિશેષ પોલીસ બંદોબસ્ત રાખી પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવાની પણ સૂચના આપી છે. દરમિયાન રથયાત્રાના આયોજકો સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ બેઠકો કરી કોમી એખલાસ સાથે રથયાત્રા યોજાય એ માટે પરિણામ લક્ષી અને અસરકારક કામગીરી કરવાની સુચના પણ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આપી છે.
કાયદો-વ્યવસ્થા અંગે ની આ સમીક્ષા બેઠકમાં તમામ પોલીસ અધિકારીઓને રાજ્ય પોલીસ વડાએ આદેશ આપ્યા છે કે રથયાત્રા દરમિયાન કોઈ અસામાજિક તત્વો અંતરાય ઊભો કરે નહિ તે માટે અત્યારથી જે તે વિસ્તારોના અસામાજિક તત્વો ,હિસ્ટ્રી શીટરો , જે તે વિસ્તારના જાણીતા ગુનેગારો અને શંકાસ્પદ વ્યક્તિઓ સામે અત્યારથી અટકાયતી પગલાં તેમજ તેમની સામે કાર્યવાહી કરવી.
આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમો ઉપર સતત વોચ રાખી તેનું અસરકારક મોનીટરીંગ કરવા માટે પણ બેઠકમાં સૂચના અપાઇ છે. રાજ્યની શાંતિ ડહોળવા તેમજ ઉશ્કેરણીજનક ગેરમાર્ગે દોરતી પોસ્ટ મૂકનાર સામે કાયદેસર ના ગુન્હા નોંધી કડક કાર્યવાહી કરવની રાજ્ય પોલીસ વડાએ સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે આતંકી સંગઠન દ્વારા અપાયેલી આત્મઘાતી હુમલાની ચેતવણી વચ્ચે અષાઢી બીજે રાજ્યમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમગ્ર રાજ્યમાં શાંતિ અને કોમી એખલાસના વાતાવરણ વચ્ચે સંપન્ન થાય તે હેતુથી રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાની અધ્યક્ષતામાં ખાસ વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં કાયદો વ્યવસ્થાને લગતા તમામ બાબતોની સમીક્ષા કરી સૂચનાઓ પણ આપવામાં આવી છે .

Related posts

રખડતા ઢોરની જવાબદારી માલધારીની જ: હાઈકોર્ટ નો આદેશ

saveragujarat

મોસમ વિનાના વરસાદથી મોટી કુદરતી આફતોની શક્યતા

saveragujarat

રાજસ્થાનના મેવાડના નાથદ્વારાની પાવનધરાના નીલ વાવડી ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

saveragujarat

Leave a Comment