Savera Gujarat
Other

વડાપ્રધાનની મુલાકાત પુર્વે ગુજરાતમાં ATS નું જબરૂ ઓપરેશન

રાજકોટ:
આવતીકાલે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની બે દિવસની ગુજરાત મુલાકાત પુર્વે રાજય એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ દ્વારા આઈએસઆઈએસ સંગઠન તથા ભૂતકાળમાં ‘સીમી’ પ્રાયમરી સંગઠન સાથે કામ કરી ચૂકેલા વડોદરાના ડો. શાબાદ પાનવાલા સહિત પાંચ લોકોની રાજયના ત્રણ શહેરોમાંથી અટકાયત કરી તેઓની પુછપરછ શરુ કરવામાં આવી હતી.

હાલમાં જ ભાજપના પુર્વ પ્રવકતા નુપુર શર્માના પૈગંબર અંગેના અણછાજતા વિધાનો બાદ જે તનાવ સર્જાયો હતો તે વચ્ચે અલ-કાયદા ત્રાસવાદી સંગઠને ગુજરાતમાં મોટા હુમલાની ધમકી આપતા એટીએસ એલર્ટ બની હતી અને ખાસ કરીને કટ્ટરવાદી અને જેહાદી પ્રવૃતિ સાથે સંકળાયેલા મનાતા લોકો પર વોચ ગોઠવી હતી તથા કોલ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પરની ગતિવિધિ પર વોચ ગોઠવ્યા બાદ આજે વહેલી સવારથી આ ઓપરેશન શરૂ કરાયું હતું.

જેમાં અગાઉ અનેક વખત શંકાસ્પદ પ્રવૃતિ માટે પોલીસ ચોપડે ચડી ચુકેલા અને એટીએસના લીસ્ટમાં પણ તેઓ હતા. પોલીસે વડોદરાના ડો. શાબાદ પાનવાલા અને એક યુવતીની અટકાયત કરી હોવાના અહેવાલ છે તો અમદાવાદમાં એક કંપનીના ડાયરેકટર સહિત બે ની ગોધરામાંથી એકની અટકાયત કરીને તેઓની એટીએસ વડામથકે પુછપરછ શરૂ થઈ છે તથા તેમના કોન્ટેકટ વિ.ની પણ તપાસ શરૂ થઈ છે.

જો કે એટીએસ દ્વારા આ અંગે હજુ વધુ લોકોની ધરપકડ કરવામાં આવે તેવી શકયતા છે. ખાસ કરીને ગુજરાતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાતોનો દૌર વધી રહ્યો છે અને રાજયમાં ચૂંટણીનું વાતાવરણ પણ બની રહ્યું છે. તે વચ્ચે કોઈ ત્રાસવાદી હુમલા પુર્વે જ એટીએસ દ્વારા સતત મોનેટરીંગ થઈ રહ્યું છે અને તેના ભાગરૂપે આ ઓપરેશન કરાયુ હોવાના પણ સંકેત છે.

Related posts

કલેક્ટર તેરી દાદાગીરી નહીં ચલેગી નહીં ચલેગી ના નારા સાથે ગાંધીનગરની કલેક્ટર કચેરી ગુંજીઊઠી.

saveragujarat

ઇડર ખાતે પ્રાંતકક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો

saveragujarat

સેન્સેક્સમાં ૩૧૧, નિફ્ટીમાં ૧૦૦ પોઈન્ટનો કડાકો બોલાયો

saveragujarat

Leave a Comment