Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારસમાજ કલ્યાણ

રાજસ્થાનના મેવાડના નાથદ્વારાની પાવનધરાના નીલ વાવડી ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

સવેરા ગુજરાત, નાથદ્વારા તા. ૦૯
રાજસ્થાનના મેવાડના નાથદ્વારાની પાવનધરાના નીલ વાવડી (કૂંઠવા) ખાતે આશાપુરા માતાના મંદિરનો જીર્ણોદ્વાર, મૂર્તિ સ્થાપન, ધ્વજારોહણ, તેમજ કલશવિધી તથા હનુમાનજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન ચૌહાણ પરિવારના લાલસિંહ ચૌહાન (ભોપાજી) તથા ધ મારૂતિનંદન ગ્રાન્ડ હોટેલના સંચાલક મદનસિંહ ચૌહાણ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે અનેક રાજકિય, સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ કાર્યક્રમ દરમિયાન મંદિર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષાનું આયોજન કરાતાં આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન અનેરુ આકર્ષણ જાેવા મળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અનેક ભક્તો અને સાધુ સંત મહાત્માઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રસંગે કેન્દ્રીય જલશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીષ પુનિયાજી, રાજસમંદના સાંસદ દિયા કુમારી, ધારાસભ્ય ધર્મનારાયણ જાેશી, દિપ્તી મહેશ્વરી, પૂર્વ ઉપપ્રમુખ બિપીનભાઇ સિક્કા, પૂર્વ ડેપ્યુટી ચેરમેન ગિરિવરસિંહ શેખાવત, ગુજરાતના ભાજપના આગેવાન સંયોજક ભાષા ભાષી સેલ, કર્ણાવતી ભાજપના ભવાનીસિંહ શેખાવત, ધર્મેન્દ્ર અરોડા, સવેરા ગુજરાત અખબારના તંત્રી શિવકુમાર શર્મા, એડવોકેટ સતીષ અગ્રવાલ સહિત અનેક રાજકિય આગેવાનો તેમજ મહાનુભાવો આ ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાનમાં ધ ગ્રાન્ટ મારૂતિનંદન અને ગુજરાતમાં શ્રી મારૂતિનંદન રેસ્ટોરેન્ટ અને હોટેલની અનેક શાખાઓ ધરાવતાં રાજસ્થાનના મેવાડ નાથદ્વારાના કુંઠવા ગામના નિવાસી મદનસિંહ ચૌહાણ પરિવાર દ્વારા શ્રી આશાપુરા માતાજી તથા હનુમાનજી મંદિરના નિર્માણ પ્રસંગે પ્રાણ પ્રતિષ્ઠા સહિત અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભજન સંધ્યાના કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરાયું હતું જેમાં રાજસ્થાન સહિતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભજન સંધ્યા કાર્યક્રમનું ધૂમ મચાવી દીધી હતી. જ્યારે આ પ્રસંગે અનેક સાધુ સંત મહાત્માઓને પણ નિમંત્રણ ચૌહાણ પરિવાર દ્વારા પાઠવવામાં આવ્યું હતું જે સંતોના હસ્તે આ મંદિર નિર્માણ પ્રસંગે અનેક ધાર્મિક કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યોં હતો.

Related posts

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ(વર્ચ્યુઅલ માધ્યમ)ની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આગામી મનપા ચૂંટણી સંદર્ભે ‘પેજસમિતિ મહાસંપર્ક અભિયાન’ કાર્યક્રમ યોજાયો.

saveragujarat

ચેસ ન્યૂ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ એસો.ના ઉપક્રમે ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશનના નેજા હેઠળ કરવામાં આવ્યું.

saveragujarat

સતત બીજીવાર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ સંપન્ન

saveragujarat

Leave a Comment