Savera Gujarat
Other

કલેક્ટર તેરી દાદાગીરી નહીં ચલેગી નહીં ચલેગી ના નારા સાથે ગાંધીનગરની કલેક્ટર કચેરી ગુંજીઊઠી.

સવેરા ગુજરાત/ગાંધીનગર :- રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન મૃત્યુ પામેલા કોવિડ દર્દીઓને સરકાર દ્વારા માત્ર 50 હજારની સહાય ચૂકવવાના નિર્ણયનો કોંગ્રેસ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજે ગાંધીનગરમાં કોવિડ ન્યાયયાત્રા યોજીનેકોંગ્રેસ દ્વારા મૃતકોના સ્વજનોને ચાર લાખની સહાયની માંગણી કરાઈ હતી. જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપીને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિતના કાર્યકરો પહોંચ્યા હતા. જો કે કલેક્ટર ડો. કુલદીપ આર્યએ ઉતાવળિયું વલણ અપનાવતા જગદીશ ઠાકોર બગડ્યા હતા. કલેક્ટરની વિરુદ્ધમાં જ સૂત્રોચાર શરૂ કરી દીધા હતા.

રાજ્યના પાટ્નગર ગાંધીનગરમાં આજે કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાય યાત્રા કાઢીને ભારે સૂત્રોચારો સાથે સરકારનો વિરોધ કરાયો હતો. આ ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના ધારાસભ્યો તેમજ મહિલા કાર્યકરો દ્વારા સત્યાગ્રહ છાવણીથી પદયાત્રા યોજીને ભારે સૂત્રોચ્ચાર થયા હતા.

આ સંદર્ભે કોંગ્રેસે માંગણી કરી હતી કે, સરકાર કોવિડ મહામારીના કારણે મોતને ભેટેલા મૃતકોના સ્વજનોને 50 હજાર સહાય ચૂકવી રહી છે, જે ખુબજ ઓછી છે. મૃતકોના સ્વજનોને ચાર લાખની સહાય મળી રહે તેવી અમારી માંગણી છે. ત્યારે આજે ગુજરત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યો તેમજ આગેવાનો જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા.

આ તબક્કે કલેક્ટર ડો. કુલદીપ આર્ય દ્વારા ઉતાવળિયું વલણ અપનાવતા  પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અચાનક ઉભા થઈ ગયા હતા. કલેક્ટર પર બગડ્યા હતા. કલેક્ટરને હિન્દી ભાષામાં સંભળાવી દીધું હતું કે, ‘રાજકોટ વાલી કરોંગે બેઠે બેઠે. દો વિધાયક આયે હૈ, કોંગ્રેસ કા પ્રેસિડેન્ટ આયા હુઆ હૈ ઔર આપ દો મિનિટ કા ટાઈમ નહીં દેતે. જલ્દી બતાયીયે યે ક્યાં હૈ. કહીને જગદીશ ઠાકોરે ‘કલેક્ટર તેરી દાદાગીરી નહીં ચલેગી’ નહીં ચલેગી નાં નારા લગાવતાની સથેજ કોંગ્રેસ કાર્યકરોએ કલેક્ટર વિરુદ્ધ નારા લગાવતની સાથે કચેરી ગુંજીઊથી હતી અને તુરંત કલેક્ટર કચેરી મથી બહાર આવી ગયા હતા.

Related posts

સેન્સેક્સમાં ૪૯ અને નિફ્ટીમાં ૧૩ પોઈન્ટનો વધારો થયો

saveragujarat

જાેશીમઠમાં પડેલી તિરાડો અડધો કિમી લાંબી અને ૨ મીટર પહોળી

saveragujarat

ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલની ડિજીટલ પહેલ

saveragujarat

Leave a Comment