Savera Gujarat
Other

સેવાયજ્ઞ ‘‘રરર દિવસ-રરર ર્નિણય’’ પુસ્તકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૦૪
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કેબિનેટમંત્રી પૂર્ણેશભાઇ મોદી હસ્તકના વિભાગો દ્વારા નાગરિકોને જનસુખાકારીના લાભ સત્વરે પૂરા પાડવા લેવાયેલા ર્નિણયો ના સંકલિત પુસ્તક ‘સેવાયજ્ઞ’ ‘‘રરર દિવસ-રરર ર્નિણયો’’નું રાજ્ય મંત્રીમંડળની બેઠક પછી ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, પ્રવાસન વિભાગ, નાગરિક ઉડ્ડયન વિભાગ તથા યાત્રાધામ વિકાસ વિભાગ દ્વારા જનહિતના જે ર્નિણયો કરવામાં આવેલા છે તે તમામ ર્નિણયોને આ પુસ્તકમાં આવરી લેવાયા છે. મુખ્યમંત્રીના નેતૃત્વની રાજ્ય સરકારે રરર દિવસ પૂર્ણ કર્યા છે તેના ભાગરૂપે આ રરર ર્નિણયોને પુસ્તક સ્વરૂપે સંકલિત કરીને જન ઉપયોગ માટે પ્રકાશિત કરવામાં આવ્યા છે. રાજ્ય મંત્રીમંડળના સૌ સભ્યો આ પુસ્તક વિમોચન અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ પાલનપુર ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ૧૨ ઇ-વ્હીકલને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

saveragujarat

માસૂમને ર્નિદયતાથી મારવા બદલ આયાને ૪ વર્ષ જેલની સજા ફટકારી

saveragujarat

સુરતમાં ૮ કિલોથી વધુ વજનના ચરસ સાથે ત્રણની ધરપકડ થઈ

saveragujarat

Leave a Comment