Savera Gujarat
Other

ગુજરાતમાં નવરાત્રિમાં નવે નવ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

સવેરા ગુજરાત, અમદાવાદ,તા.૧૫
ગુજરાતમાં ભાદરવા મહિનામાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ખાબકી રહ્યો છે. બીજી બાજુ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ખેલૈયાઓ માટે એક માઠા સમાચાર અત્યારથી આપી દેવામાં આવ્યા છે કે નવરાત્રિમાં નવે નવ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે. ત્યારે ગરબા શોખીનો ચિંતામાં પેઠા છે. હવે આજે સવારથી અત્યાર સુધીમાં પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં આજે ૧૧૬ તાલુકામાં વરસાદ પડ્યો છે એ. જેમાં સૌથી વધુ કચ્છના અબડાસામાં ૨ ઈંચ જેટલો પડ્યો છે. આ સાથે જ કચ્છમાં સિઝનનો ૧૬૫ ટકા વરસાદ ખાબરી ચૂક્યો છે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ મમતા ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ જાેવા મળી શકે છે. ૨૩ સપ્ટેમ્બર અને ત્યારબાદ પણ વરસાદી માહોલ રહેશે અને આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જાેવા મળી શકે છે. દ. ગુજરાતમાં ૬ ઈંચથી વધુ વરસાદની શક્યતા રહેલી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર અને મધ્યમ ભારતમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. એવામાં સપ્ટેમ્બર મહિનાના અંતમાં નવરાત્રી બેસવાની છે અને આ વર્ષે ચોમાસું પણ મોડું બેઠેલું છે. તેના લીધે ચોમાસું વધુ ૧૫ દિવસ આગળ ખેંચાઈ તેવી શક્યતા રહેલી છે. તેના લીધે લાગી રહ્યું છે કે, આ વખતે નવરાત્રીના નોરતાઓમાં વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં ફરી એકવાર બરોબરનો વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના ભાગરૂપે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને આગામી સમયમાં રાજ્યમાં તોફાની પવન અને કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે અને સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વધુ વરસાદ ખાબકી શકે છે.

Related posts

૬ વર્ષથી નાના બાળકો માટે અમદાવાદની હવા હાનિકારક

saveragujarat

સાબરકાંઠાના ઇડર ના સાબલવાડ ના શિક્ષિત ખેડૂત પુત્રોનું નવું સાહસ

saveragujarat

1971 માં પાકિસ્તાનના દાંત ખાટા કરતી ગાથાનું વર્ણન: વાલસુરા બીટિંગ રિટ્રીટ સમારોહ.

saveragujarat

Leave a Comment