Savera Gujarat
Other

વેકેશનની મજા પૂરી : સોમવારથી શાળાઓ ફરી ધમધમશે

રાજકોટ,તા. 11
રાજકોટ સહિત રાજ્યભરની પ્રાથમિક-માધ્યમિક શાળાઓનું 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આગામી તા. 13ને સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં જ શૈક્ષણિક સંસ્થાઓ ધમધમી ઉઠશે. વિદ્યાર્થીઓને આવકારવા માટે શાળા સંચાલકો સજ્જ બની ગયા છે. જ્યારે કોલેજો-યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રનો બુધવારથી પ્રારંભ થનાર છે.

પ્રાથમિક-માધ્યમિક શાળાઓનું ઉનાળુ વેકેશન ગત તા. 9 મેથી પડ્યું હતું. વેકેશનના 35 દિવસ પૂર્ણ થતા આગામી સોમવારથી શૈક્ષણિક સંસ્થાઓ ફરી રાબેતા મુજબ શરુ થઇ જશે. નવું શૈક્ષણિક સત્ર થવાને આડે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા હોય શાળા સંચાલકો દ્વારા શાળાઓના વર્ગ ખંડોની સાફ સફાઈ પૂર્ણ કરી દેવામાં આવી છે તેની સાથોસાથ વિદ્યાર્થીઓ દ્વારા પણ પાઠ્ય પુસ્તકો, યુનિફોર્મ, સ્કૂલ બેગો સહિતની ખરીદી પણ લગભગ પૂર્ણ કરી દીધી છે. સોમવારથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા જ શૈક્ષણિક સંસ્થાઓ બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠશે.

અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર-જિલ્લામાં 1700 સહિત રાજ્યભરમાં 40,000થી વધુ પ્રાથમિક-માધ્યમિક શાળાઓ આવેલી છે જેમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનો પણ સમાવેશ થાય છે. સોમવારથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા જ વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે તેમના સહઅધ્યાયીઓ સાથે વેકેશન દરમિયાન કરેલી પ્રવૃતિઓ વાગળશે. જ્યારેબીજી તરફ શાળાઓ શરુ થતાં જ નાના ભૂલકાઓના વાલીઓ પણ બાળકોને શાળા ઉપર લેવા-મૂકવાની જવાબદારીમાં ગુંથાઈ જશે અને સ્કૂલ રિક્ષા અને સ્કૂલ બસોની ઘરેરાટી પણ સોમવારથી શરુ થઇ જશે.

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે વેકેશન દરમિયાન કોરોના વાઇરસની મહામારી નામશેષ થતાં બાળકોએ ઉનાળુ વેકેશન મનભરીને માણ્યું હતું તેમજ અનેક બાળકો પરિવાર સાથે વેકેશન દરમિયાન અનેક સૌંદર્યધામની સહેલગાહે ઉપડી ગયા હતા. વેકેશન દરમિયાન બાળકોએ કરેલી પ્રવૃતિ નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ તેમના વર્ગખંડોમાં સહઅધ્યાયીઓ અને વર્ગ શિક્ષકો સાથે વાગોળશે. બીજી તરફ યુનિવર્સિટી-કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો આગામી બુધવારથી પ્રારંભ થનાર હોય વિદ્યાર્થીઓ કોલેજો-યુનિવર્સિટીમાં જઇ અભ્યાસકાર્યમાં ફરી જોડાવા માટે તૈયારી શરુ કરી દીધી છે.

રાજકોટ સહિત રાજ્યભરની પ્રાથમિક-માધ્યમિક શાળાઓનું 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતા શૈક્ષણિક સંસ્થાઓ આગામી સોમવારથી ધમધમતી થનાર હોય શાળા સંચાલકો શૈક્ષણિક સંસ્થાઓમાં સાફ સફાઈ કરી વિદ્યાર્થીઓને આવકારવા સજ્જ બની ગયા છે

Related posts

, અમદાવાદ માં ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશનના મુખ્યાલયનું ઉદ્‌ઘાટન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી

saveragujarat

૩૦૦ કરોડના ડ્રગ્સ અને હથિયારો સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ

saveragujarat

આઇએએસ અધિકારી કે. રાજેશના કથિત ભ્રષ્ટાચારના રજૂ થતાં ટ્રેલર… પુરી પિક્ચર હજુ બાકી..

saveragujarat

Leave a Comment