Savera Gujarat
Other

આઇએએસ અધિકારી કે. રાજેશના કથિત ભ્રષ્ટાચારના રજૂ થતાં ટ્રેલર… પુરી પિક્ચર હજુ બાકી..

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૮
લાંચ-ભ્રષ્ટાચારના આરોપ હેઠળ સીબીઆઇની તપાસનો સામનો કરી રહેલા સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશના પ્રકરણમાં હવે મોરબી કનેકશનનો ખુલાસો થયો છે. રાજકોટથી એક બિલ્ડરે ટ્રાન્સફર કરેલા ૩૦ લાખ રુપિયા પણ તપાસ હેઠળ આવ્યા છે. આવતા દિવસોમાં હજુ નવા-નવા ધડાકા થવાના એંધાણ છે.
આઇએએસ અધિકારી કે. રાજેશના કથિત ભ્રષ્ટાચારની તપાસ કરી રહેલી સીબીઆઈના સુત્રોએ જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશમાં રાજમુંદ્રી ખાતે કે. રાજેશનાં પિતરાઈની પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગરના તેમના નજીકના વ્યક્તિની શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની બાબતમાં પુછપરછ કરવામાં આવી હતી. કે. રાજેશનાં વતન આંધ્રપ્રદેશના રાજમુંદ્રીમાં રહેતી તેમની પિતરાઈને રાજકોટની વ્યક્તિએ ૩૦ લાખ રુપિયા ટ્રાન્સફર કર્યા હતા. તે વિશે તેમની પૂછપરછ કરવામાં આવી હતી જ્યારે પૂર્વ ધારાસભ્યના ભત્રીજા એવા મોરબીની વ્યક્તિની પણ આ કિસ્સામાં પૂછપરછ કરવામાં આવી હતી.
સુત્રોનાં કહેવા પ્રમાણે સીબીઆઇની એક ટીમે સુરેન્દ્રનગરમાં જ ધામા નાખેલા છે અને કે. રાજેશનાં કલેક્ટર તરીકેનાં કાર્યકાળ દરમિયાન તેમની સાથે કામ કરનારા અધિકારીઓ-કર્મચારીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે. હથિયાર પરવાના મુદ્દે જ મુખ્યત્વે નિવેદન લેવાઇ રહ્યા છે. દરમિયાન કે. રાજેશ સામે સંખ્યાબંધ ફરિયાદો કરનાર સુરેન્દ્રનગરનાં માથુર સાકરીયાએ મુખ્યમંત્રી કાર્યાલયમાં અરજી કરીને આ પ્રકરણમાં સુરક્ષા માંગી છે. પોતાના જીવ પર જાેખમ લેવાથી સુરક્ષાની માંગણી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરના કાર્યકાળ દરમિયાન હથિયાર લાયસન્સ, ખાણની પરમીટ તથા જમીન વ્યવહારોમાં કે.રાજેશે મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદો થઇ હતી. મોટા રાજકીય કાર્યક્રમના ખર્ચમાં પણ ગોટાળા કર્યા હતા. કે. રાજેશ હાલ સામાન્ય વહીવટ વિભાગમાં સંયુક્ત સચિવ છે. સીબીઆઈએ દરોડા પાડ્યા બાદ બે વખત સમન્સ પાઠવ્યા હતા પરંતુ તેઓ હાજર થયા નથી. ૧૮ મેના રોજ સીબીઆાઈએ તેમના વિરુધ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ કરી હતી. તેમના વતી વચેટિયાની ભૂમિકા ભજવતા સુરતના રફીક મેમણની ધરપકડ કરી હતી. કે. રાજેશ ભ્રષ્ટાચારના નાણાં રફીક મેમણ પાસે જ રાખતો હોવાનું કહેવાય છે.

Related posts

દુનિયાભરમાં ૧૯ કરોડ લોકો ભૂખમરાથી ઝઝૂમી રહ્યા હોવાનો સંયુક્ત રાષ્ટ્રનો રીપોર્ટ ઃ સૌથી વધુ ભૂખમરો દક્ષિણ આફ્રિકન દેશોમાં

saveragujarat

મેક્સિકોમાં કાર રેસિંગમાં અંંધાધૂંધ ફાયરિંગ કરાયું

saveragujarat

પૃથ્વી પર પ્રલય આવી રહ્યો છે ,ઘરતી પર સર્વનાશની ૫ પ્રવૃત્તિઓની શરૂઆત થઈ ગઈ છે

saveragujarat

Leave a Comment