Savera Gujarat
Other

ભારતમાં પણ ફોર-ડે વર્ક વીક! નવા કાનૂનમાં પ્રસ્તાવ

નવી દિલ્હી: દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલા નવા લેબર લોમાં સૌથી મહત્વનું હવે ફોર-ડે-વર્ક-વીકના ખ્યાલને પણ સમાવી લેવાયા છે. કેન્દ્ર સરકારે આ માટે ચાર લેબર કોડ હાલ જારી કર્યા છે અને તેમાં કર્મચારીના કામકાજના કલાક, પગાર કે મહેનતાણુ પેન્શન- ગ્રેચ્યુઈટી સહિતની સામાજીક સલામતી યોજના, કર્મચારીની સલામતી અને કામદાર કલ્યાણ વિ.ને આવરી લેવાયા છે.
હાલમાં કામદારના કામના કલાકો, રજા વિ. માટે ફેકટરી એકટ 1948 અને તેમાં થયેલા સુધારા મુજબ તથા રાજય સ્તરે શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ મુજબ નિયમો અમલમાં છે પણ કેન્દ્ર તથા રાજય સરકારો માટે હવે જે નવા લેબર કોડ જાહેર થયા છે તેમાં ફેકટરી અને સર્વિસ ઈન્ડસ્ટ્રીઝ બન્નેને સામેલ કરાયા છે અને આ નવા લેબર કોડ દરેક ઉદ્યોગ તથા સેવાને લાગુ પડશે અને ‘કામદાર’ની વ્યાખ્યા પણ તેના માટે બદલવામાં આવશે.
નવા લેબર કોડ મુજબ મેનેજમેન્ટ- સુપરવાઈઝર કે વહીવટદાર સિવાયના પદ પર કામ કરતા અને પછી તે ગમે તે કામ કરતા હાલ તેને વર્કરની વ્યાખ્યામાં સમાવી લેવાશે. દ્રષ્ટાંત રૂપે સોફટવેર કંપનીમાં કામ કરતા અને મેનેજરીયલ ભૂમિકા ન હોય તેઓ (રૂા.20 લાખનો પગાર મેળવતા હોય તો પણ) તે વર્કરની વ્યાખ્યામાં આવશે. સૌથી મહત્વનું નવા લેબર કોડ મુજબ દૈનિક અને સાપ્તાહિક કામકાજના કલાકોની મર્યાદા નિશ્ચીત કરવામાં આવી છે. જેમાં દૈનિક કામકાજ મર્યાદા 12 કલાક અને સાપ્તાહિક 48 કલાક નિશ્ચીત થઈ છે જેનાથી એ સંકેત મળે છે કે ભારતમાં

Related posts

ભૂપેન્દ્ર પટેલે દ્વારા સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પાણી પુરવઠા વિભાગની ૫૩૬.૭૮ કરોડની વિવિધ યોજનાના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાયાં

saveragujarat

સેન્સેક્સ 1500 પોઇન્ટ ગગડ્યો, રૂપિયો 78.21ના તળિયે

saveragujarat

શક્તિપીઠ અંબાજી ખાતે કોટેશ્વર સરસ્વતી કુંડમાં નાગાસાધુ દ્વારા શાહી સ્નાન કરવામાં આવ્યું

saveragujarat

Leave a Comment