Savera Gujarat
Other

દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં કેવી રીતે ચૂંટણી પ્રક્રિયા દ્વારા દેશને મળે છે નવા રાષ્ટ્રપતિ

નવી દિલ્લી તા.૦૯ઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૫ જુલાઈનાં રોજ પૂર્ણ થવા જઈ રહ્યું છે. તે પહેલા દેશના આગામી અને ૧૫માં રાષ્ટ્રપતિની પસંદહી કરી લેવામાં આવશે. છેલ્લા ૪૫ વર્ષથી આ જ તારીખે પસંદગી કરાયેલા રાષ્ટ્રપતિ કાર્યભાર સંભાળે છે. નીલમ સંજીવ રેડ્ડીએ ૨૫ જુલાઈ ૧૯૭૭નાં રોજ રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારથી શપથગ્રહણ માટેની તારીખ ફિક્સ થઈ છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પાર્ટીઓએ પોતાની તૈયારી કરી લીધી છે. પરંતુ અહીં એ વાતની વાત કરવામાં આવે છે, જ્યારથી દેશને પોતાનો પહેલો નાગરિક મળ્યો.
પહેલા સરળ હતી ચૂંટણી પ્રક્રિયા, પરંતુ બાદમાં વધુ જટિલ કરવાની ફરજ પડીઃ
ભારતનો કોઈપણ નાગરિક ગમે તેટલી વાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી શકે છે, પરંતુ તેની ઉંમર ઓછામાં ઓછી ૩૫ વર્ષથી ઓછી હોવી જરૂરી છે. લોકસભાના સભ્ય હોવાની પાત્રતા અને કોઈપણ લાભનાં પદ પર ન હોવાની સાથે સાથે ઉમેદવાર પાસે ઓછામાં ઓછા ૫૦ પ્રસ્તાવક અને ૫૦ સમર્થક ધારાસભ્ય હોવા જરૂરી છે.
શરૂઆતમાં આ સંખ્યા ૨-૨ હતી એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે માત્ર બે મંજૂરકર્તા અને બે નામાંકિત ધારાસભ્યોની જરૂર હતી. તેથી તે સમયે ચૂંટણી લડવું ખૂબ જ સરળ હતું. આ નિયમનો કેટલાક વર્ષો સુધી દુરુપયોગ પણ થતો હતો. ૧૯૭૪માં સંવિધાનમાં સંશોધન કરીને બે-બે ધારાસભ્યોની અનિવાર્યતાને હટાવીને ૧૦-૧૦ કરવામાં આવી. ત્યારબાદ ૧૯૯૭માં સંશોધન કરીને આ સંખ્યા ૫૦-૫૦ કરવામાં આવી. એટલે કે હવે કોઈ વ્યક્તિને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવી હોય તો ચૂંટણી પ્રક્રિયામાં શામેલ થનારા ઓછામાં ઓછા ૧૦૦ ધારાસભ્ય તેને જાણતા હોય, તે જરૂરી છે.
ચૂંટણીમાં કોણ-કોણ મતદાન આપી શકે છેઃ
દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અપ્રત્યક્ષ રૂપથી થાય છે એટલે કે તેમાં જનતા મતદાન નથી કરી શકતી. રાજ્યસભા અને વિધાન પરિષદમાં નામાંકિત સભ્યો અને વિધાન પાર્ષદ પણ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ નથી લઈ શકતા. માત્ર ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદો, લોકસભાના સાંસદો અને ધારાસભ્યો જ મતદાન કરી શકે છે.
જાે કોઈ રાજ્યના મુખ્યમંત્રી વિધાન પરિષદના સભ્ય હોય તો તે પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ દ્વારા થાય છે. એટલે કે, રાજ્યસભા, લોકસભા અને વિધાનસભાના સભ્ય માત્ર એક જ વોટ આપી શકે છે. જાે કોઈ રાજ્યમાં વિધાનસભા જ ભંગ થઈ ગઈ તો બંધારણની કલમ ૭૧(૪)માં જણાવ્યાનુસાર, રાષ્ટ્રપતિ પદની ચૂંટણી કોઈપણ સંજાેગોમાં અટકાવવામાં નહીં આવે. જાે કોઈ રાજ્યની વિધાનસભા ભંગ થઈ જાય અથવા ઘણા રાજ્યોમાં વિધાનસભાની બેઠકો ખાલી હોય તો પણ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી સમયસર યોજવામાં આવે છે.
સૌથી વધુ મત મળે તો પણ જીત નક્કી નહીં
સામાન્ય રીતે, સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને તેની બેઠકનો વિજેતા જાહેર કરવામાં આવે છે, પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર કે જીતનો ર્નિણય મતોની સંખ્યાનાં આધારે નહીં પરંતુ મતોના મૂલ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારને સાંસદો અને ધારાસભ્યોના કુલ મતના અડધાથી વધુ મત મેળવવાના હોય છે.
આ પ્રકારે ખબર પડે છે સભ્યોના મતનું મૂલ્યઃ
ધારાસભ્યોના મતોનું મૂલ્યઃ રાજ્યના ધારાસભ્ય પાસે કેટલા મત છે તે જાણવા માટે, તે રાજ્યની વસ્તીને રાજ્યના વિધાનસભા સભ્યોની સંખ્યા દ્વારા ભાગવામાં આવે છે. ત્યારબાદ જે નંબર આવે છે તેને ૧૦૦૦ વડે ભાગવામાં આવે છે. પછી રાજ્યના ધારાસભ્યના મતનું મૂલ્ય ખબર પડે છે. સાંસદના મતનું મૂલ્યઃ સાંસદોના મતનું મૂલ્ય જાણવું થોડું સરળ છે. દેશના તમામ ધારાસભ્યોના મતના મૂલ્યને લોકસભા અને રાજ્યસભાના સાંસદોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે છે. પછી જે અંક આવે છે તે સાંસદના મતનું મૂલ્ય છે. જાે આ રીતે ભાગ્યા પછી શેષ ૦.૫ થી વધુ હોય, તો વેટેજમાં એકનો વધારો થાય છે. એટલે કે સાંસદના વોટની કિંમત ૭૦૮ છે. એટલે કે ૭૭૬ સાંસદો (૫૪૩ લોકસભા અને ૨૩૩ રાજ્યસભા)ના કુલ મતોની સંખ્યા ૫,૪૯,૪૦૮ છે.
૧૯૭૧ની વસ્તીના આધારે ગણતરી કરવામાં આવે છે
બંધારણનાં (૮૪માં સુધારા) અધિનિયમ ૨૦૦૧ મુજબ, હાલમાં રાજ્યોની વસ્તી ૧૯૭૧ની વસ્તી ગણતરીના ડેટા પર આધારિત છે, જે ૨૦૨૬ પછીની વસ્તી ગણતરીના આંકડા પ્રકાશિત કર્યા પછી બદલાશે.

Related posts

ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ, PSIની પરીક્ષામા થયો વિવાદમાં-કોણ છે વિદ્યાર્થીઓના ભાવિના દુશ્મનો?

saveragujarat

કચ્છ મા એક જમાઈએ સુરતના કિસ્સા કરતા બદ્દતર હાલત કરવાની અને આત્મહત્યા કરી જવાની આપી ધમકી. પોલીસ તપાસ ચાલુ

saveragujarat

VGGTS2024: આરએએફ દ્વારા આયોજિત પ્રદર્શન બન્યું આકર્ષણનું કેન્દ્ર

saveragujarat

Leave a Comment