Savera Gujarat
Other

શેરબજારમાં ફરી કડાકો : સેન્સેક્સ 55000ની નીચે

રાજકોટ,તા. 7 : મુંબઈ શેરબજારમાં આજે ફરી કડાકો સર્જાયો હતો. હેવીવેઇટ સહિતના મોટાભાગના ઉદ્યોગ ક્ષેત્રના શેરોમાં આક્રમક વેચવાલી નીકળતા મંદીનું મોજુ ફરી વળ્યું હતું. અને સેન્સેક્સમાં 700 પોઇન્ટથી વધુનુ ગાબડુ પડ્યું હતું. શેરબજારમાં આજે માનસ સાવચેતીનું હતું. વિશ્વબજારોની મંદી પાછળ શરુઆત નબળા ટોને થઇ હતી. આવતીકાલે રિઝર્વ બેન્ક વ્યાજ દર વધારાનો નિર્ણય જાહેર કરવાની છે.

વ્યાજ દર કેટલો વધારવામાં આવે છે તેના પર મીટ હોવાથી નવી લેવાલીમાં રસ ન હતો અને માર્કેટ દબાણ હેઠળ આવી ગયું હતું. ક્રૂડ તેલમાં તેજી તથા કરન્સી માર્કેટમાં ડોલર સામે રુપિયો નબળો પડ્યો હોવાની પણ અસર હતી. શેરબ્રોકરોના કહેવા પ્રમાણે રિઝર્વ બેન્ક આવતીકાલે કેટલો વ્યાજ દર વધારો કરે છે તેના પર ટૂંકાગાળાની ચાલનો આધાર રહેશે. ઉપરાંત ક્રૂડ તેલ અને કરન્સી માર્કેટની ઇફેક્ટ વર્તાશે.

શેરબજારમાં આજે ઓએનજીસી, કોલ ઇન્ડીયા, મારુતિ, રિલાયન્સ, મેંગ્લોર રિફાઈનરી, ચેન્નાઇ પેટ્રો જેવા કેટલાક શેરો મજબૂત હતા પરંતુ ટાઇટન, ડો. રેડ્ડી, બ્રિટાનીયા, બજાજ ફીન સર્વિસ, એચડીએફસી બેન્ક, હિન્દ લીવર, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઇન્ફોસીસ, કોટક બેન્ક, લાર્સન, નેસ્લે, સ્ટેટ બેંક, ટિસ્કો, ટીસીએસ વગેરે શેરોમાં ગાબડા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 643 પોઇન્ટના ઘટાડાથી 55029 સાંપડ્યો હતો તે ઉંચામાં 55387 અને નીચામાં 54882 હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી 190 પોઇન્ટ ઘટીને 16378 હતો જે ઉંચામાં 16487 તથા નીચામાં 16347 હતો. ઇન્વેસ્ટરોએ આજે 2.50 લાખ કરોડથી વધુના નાણા ગુમાવ્યા હતા. કરન્સી માર્કેટમાં ડોલર 9 પૈસા ઘટીને 77.72 હતો.

Related posts

ખેડાના ત્રાજ ગામમાં ઠંડાપીણાની બોટલ લેવા ગયેલી કિશોરીની જાહેરમાં હત્યા કરાઈ

saveragujarat

આયુષ્માન ભારત પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં ૭૦૦૬ના લક્ષ્યાંક સામે ૭૫૨૩ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો શરૂ કરાયા

saveragujarat

વધુ ઉંમર ગન લાઇસન્સ રીન્યુ ન કરવાનું બહાનું ન હોઈ શકે : હાઈકોર્ટ

saveragujarat

Leave a Comment