Savera Gujarat
Other

અમદાવાદની શિવાની શુક્લાએ નેશનલ પાવર લીફ્ટીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યોં

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૩૧
સુરત ખાતે પાવર લિફ્ટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૩૫૦થી વધુ યુવતીઓ અને યુવકોએ ભાગ લીધો હતો. જેમાં અમદાવાદ ખાતેના વસ્ત્રાલ વિનાયક પાર્ક સોસાયટીમાં રહેતી શુક્લા શિવાની રિવેન્દ્ર ઉ.વ. ૨૩એ પણ પાવર લીફ્ટીંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. શિવાની શુક્લાએ પૂજા કિપાસિંઘ કોચ પાસેથી તાલીમ મેળવી હતી. પૂજા કિપાસિંઘના માર્ગદર્શન હેઠળ શિવાનીએ આ સ્પર્ધામાં વિજેતા બનવાની મક્કમતા નિશ્ચિત કરી લીધી હતી. જે અંતર્ગત સુરત ખાતે યોજાયેલી પાવર લિફ્ટીંગ ગોલ્ડ મેડલ સ્પર્ધામાં અમદાવાદની શિવાની શુક્લાએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું અને પાવર લીફ્ટીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી શહેર તેમજ દેશનું ગૌરવ વધાર્યું છે.

શિવાની શુક્લાએ વજન ઉંચકવાની આ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરીને દેશભરની મહિલા સ્પર્ધકોની વચ્ચે ૧૨૦ કિલો ડેડ લીફ્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કરી વિજેતા બની ઇતિહાસ સર્જયો હતો. સુરતમા યોજાયેલ નેશનલ પાવર લીફટીગમા વિજેતા આ યુવતીને ઈન્ડિયન પાવર લીફટીગ ફેડરેશનના સેક્રેટરીએ ગોલ્ડ મેડલ અર્પણ કર્યો હતો. પાવર લીફ્ટીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી અમદાવાદ પરત ફરનાર શિવાની શુક્લા સ્થાનિક રહીશોએ ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યુ હતું તેમજ અનેક સ્નેહીજનો દ્વારા શિવાનીને આ સ્પર્ધામાં વિજય બની ગોલ્ડ મેડલ મેળવી સમાજ, શહેર અને દેશનું ગૌરવ વધારવા બદલ અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

ચાર દાયકા બાદ ગુજરાતી ફિલ્મમાં અભિનેતા પરેશ રાવલનું પુનઃ આગમન

saveragujarat

૧૬ સેકન્ડ માટે માસ્ક ઉતારતા શખ્સને ૨ લાખનો દંડ થયો

saveragujarat

આતંક પીડિતોને એમબીબીએસ અને બીડીએસ કોર્સમાં એડમિશન માટે અનામત મળશે

saveragujarat

Leave a Comment