Savera Gujarat
Other

સિંહોના વસવાટ માટે 25 વર્ષનો રોડમેપ તૈયાર

સવેરા ગુજરાત /અમદાવાદ: વિશ્વમાં ભારતના ગૌરવ સમાન ગીરના સિંહોની વસ્તી સતત વધતી જાય છે અને હવે સિંહ પરિવારો અભ્યારણ બહાર પણ વસવાટ કરવા લાગ્યા છે. જેથી હવે આગામી 25 વર્ષ સુધી સિંહોની વસ્તીને ધ્યાનમાં લઈને તેઓ માટે વધુ સુરક્ષિત રહેણાંક અને તેમના માટે કુદરતી વાતાવરણ સાથે નવા વિસ્તારો વિકસાવવા રૂા.1000 કરોડના પ્રોજેકટ લાયન-ફંડને કેન્દ્ર સરકારે મંજુરી આપી છે.
હાલમાં જ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવ બે દિવસની અભ્યારણથી ખુલાસો આપ્યા હતા અને અહી ઉચ્ચ કક્ષાની બેઠકમાં લાયનને પ્રારંભ કરવા મંજુરી આપી હતી. વાસ્તવમાં આ પ્રોજેકટ 2020માંજ મંજુર થયો હતો. પરંતુ કોવિડના કારણે તેનો અમલ થઈ શકયો ન હતો. ગુજરાત સરકારે અગાઉ રૂા.2000 કરોડના ભંડોળની માંગ કરી હતી. જેમાં રૂા.1000 કરોડની મંજુરી મળી છે.
ગુજરાત સરકારે અગાઉ નેશનલ ટાઈગર કન્ઝર્વેટીવ ઓથોરીટીના આયોજનને મોડેલ તરીકે અપનાવવા નિર્ણય લીધો હતો અને હવે તે મુજબ જ આ પ્રોજેકટ લાયનને આગળ ધપાવાશે અને ડિસેમ્બર સુધીમાં આ ભંડોળ ગુજરાતને મળી જશે. જે હેઠળ ગીરના જંગલની બહાર સૌરાષ્ટ્રમાં સિંહોના નવા વસવાટ માટે તૈયારી કરાશે. આ ઉપરાંત અહી આધુનિક ટેકનોલોજીના આધારે સિંહો પર દેખરેખ તેમના માટે વધુ સારી એનીમલ હોસ્ટેલ ઉપરાંત એક રીસર્ચ સેન્ટર પણ ઉભુ કરાશે.

Related posts

ગુજરાત ભાજપા ધારાસભ્ય દળની બેઠકમાં ભુપેન્દ્રભાઇ પટેલ ને સર્વાનુમતે ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાઈ આવવા

saveragujarat

એસ્ટ્રલ પાઈપ કંપનીના ડેટા ચોરીને ૫ કરોડની છેતરપિંડી

saveragujarat

ગુજરાત સહકારીતા-સંસ્કારનું સમન્વયનું શ્રેષ્ઠ પ્રતિકઃ વડાપ્રધાન

saveragujarat

Leave a Comment