Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

આમ આદમી પાર્ટીના અમદાવાદ યુથ પ્રેસિડેન્ટ સહિત૧૦૦થી વધુ કાર્યકરો સરદાર વલ્લભભાઈ પાર્ટીમાં જાેડાયા

 

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૦૪
દરેક પક્ષોએ જ્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી સક્રિય રીતે ભાગ લઇ પોતાના નામી ઉમેદવારો ઉતારવા જઈ છે, ત્યારે આજે અમદાવાદ સ્થિત નિકોલ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના મુખ્ય રાષ્ટ્રીય કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેરના યુથ પ્રેસિડેન્ટ સહીત ૧૦૦ થી વધુ કાર્યકરોએ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ પારેખ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીગરકુમાર કોઠીયા અને ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સચિનકુમાર દરજીના હસ્તે ખેસ ધારણ કરી પાર્ટીમાં જાેડાયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણીમા પોતાના નામી અને શ્રેષ્ઠ ઉમેદવારો મેદાને ઉતારશે જેના માટે પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. આવનારા સમયમાં અનેક નામી ચહેરાઓ પાર્ટીમાં જાેડાશે. રાજનીતિમાં નામના અને ખ્યાતિ ધરાવતા ઘણા પ્રતિભાશાળી ચહેરાઓ સાથે હાલ પાર્ટીમાં જાેડાવા અંગે ચર્ચા ચાલી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી આવનાર સમયમાં વિવિધ કાર્યક્રમો અને જનતા સંવાદ થકી પોતાના પ્રચારનો આરંભ, શ્રેષ્ઠ પ્રયાસ અને મહેનત થકી ચૂંટણીમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવવા કટિબદ્ધ છે. આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદ જિલ્લા પ્રમુખ રાજેશ શર્માજી,પાર્ટીના મુખ્ય પદાધિકારીઓ રાજકીય અગ્રણીઓ, પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

દ્વારકા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેશ સમિતિએ ચિંતન શિબિરનો કર્યો પ્રારંભ.

saveragujarat

આનંદો..મુંબઈમાં ચોમાસાની ‘એન્ટ્રી’ : 15મી સુધીમાં ગુજરાતમાં પ્રવેશ

saveragujarat

ભાજપા અનુસુચિત જાતિ મોરચા દ્વારા સંત શિરોમણી ગુરુ રવિદાસજીની 645મી જન્મજંયતી નિમિત્તે પુષ્પાજંલી અને ભવ્ય સંતવાણી કાર્યક્રમ રાજયના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયો

saveragujarat

Leave a Comment