Savera Gujarat
Other

દ્વારકા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેશ સમિતિએ ચિંતન શિબિરનો કર્યો પ્રારંભ.

સવેરા ગુજરાત/દ્વારકા:-  દ્વારકા ખાતે આજરોજ દ્વારકાધીશ મંદિર પરિસર શારદાપીઠના સાનિધ્યમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાશ્રીઓ સાથે ધ્વજાપુજન કરીને ભગવાન શ્રી દ્વારકાધીશના આશિર્વાદ પ્રાપ્ત કર્યા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત ચિંતન શિબિરનો પ્રારંભ કર્યો.!. 25 ફેબ્રુઆરીના રોજ ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારકામાં ત્રણ દિવસની ચિંતન શિબિરનું આયોજન કરશે. આ શિબિરમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ શામેલ થશે. ડિસેમ્બર 2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Assembly Elections) થવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં કોંગ્રેસે (Congress) પાર્ટી છોડીને જનાર લોકોની સંખ્યામાં વધારો થતા આ સિવિરનું આયોજન કર્યુ છે.

મીડિયા સાથે વાતચીત દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે આ અંગે જણાવ્યું છે કે, “દેવભૂમિ દ્વારકા (Dwarka)માં 25 ફેબ્રુઆરીથી શિબિર શરૂ થઈ રહી છે. આ શિબિરમાં 500 પ્રતિનિધિ શામેલ થશે. આ શિબિર માટે રાહુલ ગાંધીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તેમણે શિબિરમાં શામેલ થવાની હા પાડી છે, પરંતુ કયા દિવસે તેઓ શિબિરમાં શામેલ થશે તે અંગે જણાવવામાં આવ્યું નથી. શિબિરમાં આવનાર પાર્ટી પ્રતિનિધિઓને 10-12 સમૂહમાં અલગ કરવામાં આવશે. આ સમૂહ સામાન્ય જનતા સાથે અલગ અલગ મુદ્દાઓ પર વાતચીત કરશે. અમે સમગ્ર દેશમાંથી વિષય નિષ્ણાંતોને બોલાવ્યા છે. તેઓ પોતાના વિષય અંગે અને પાર્ટી પ્રતિનિધિઓ વિશે સલાહ જણાવશે.”

ચિંતન શિબિરમાં કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે

જગદીશ ઠાકોરે આ અંગે કેટલીક માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, વધતી મોંઘવારી, ખેડૂતોની દુર્દશા, ખરાબ સુવિધાઓ, સ્વાસ્થ્ય સેવાઓ, મહિલા સુરક્ષા, બેરોજગારી, કાયદો અને વ્યવસ્થા, ભ્રષ્ટાચાર જેવા 14 વિષયો પર ચર્ચા કરવામાં આવશે. માર્ચથી ડિસેમ્બર સુધી આયોજિત થનાર કાર્યક્રમોને તારીખ અનુસાર અંતિમ રૂપ આપવામાં આવશે. શિબિરના અંતમાં દ્વારકા ધોષણાપત્ર (Dwarka Declaration) જાહેર કરવામાં આવશે. રાજ્ય અંગે કોંગ્રેસનો દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવશે. રાજ્ય વિધાનસભાના આ કાર્યકાળનું અંતિમ બજેટ સત્ર 1 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. જે માટે કોંગ્રેસની રણનીતિને પણ દ્વારકા ચિંતન શિબિરમાં જ અંતિમ રૂપ આપવામાં આવશે.

કોંગ્રેસ છોડનાર નેતાઓ વિશેની માહિતી

કોંગ્રેસ પાર્ટી પોતાના નેતાઓને સંભાળીને રાખવામાં નિષ્ફળ જોવા મળી રહી છે. 23 ફેબ્રુઆરી અમદાવાદ નગર નિગમના વિપક્ષ નેતા દિનેશ શર્માએ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કોંગ્રેસ પાર્ટી છોડતા સમયે પ્રદેશ નેતૃત્વની કાર્યશૈલી પર પણ ગંભીર સવાલો ઊભા કર્યા હતા.

22 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા જયરાજ સિંહ પરમાર (Jayraj Singh Parmar) પણ ભારતીય જનતા પાર્ટી (BJP) માં શામેલ થઈ ગયા છે. જયરાજ સિંહ પરમાર ક્ષત્રિય સમુદાયમાંથી આવનાર ઉત્તર ગુજરાત (North Gujarat) ના પ્રભાવશાળી નેતા છે.


Related posts

વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ગુજરાત પ્રદેશના નેતાઓ પ્રિયંકા ગાંધીએ દિલ્હીનું આમંત્રણ પાઠવાયું

saveragujarat

ઉજ્જૈન મહાકાલ મંદિરમાં મોબાઈલ અને બેગ લઈ જવા પર પ્રતિબંધ

saveragujarat

જય જગન્નાથઃ અમદાવાદ પોલીસ સુરક્ષા અને શાંતિ સાથે નાથની સેવામાં સજાગ અને સજ્જ છે

saveragujarat

Leave a Comment