Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રાજ્યમાં હવે વાહનો અને મોબાઇલની ચોરીની ફરિયાદો હવે ઓનલાઇન કરી શકાશે પાંચ દિવસમાં પોલીસ સ્ટેશન વિભાગના અધિકારી દ્વારા કાર્યવાહી નહી થાય તો શિક્ષાત્મક પગલાંની ચીમકી

 

સવેરા ગુજરાત, અમદાવાદ,તા.૪
ગુજરાતમાં મોેટી સંખ્યામાં વાહનોની ચોરીની ઘટનાઓ રોજબરોજ પોલીસ ચોપડે નોંધાતી જાેવા મળી રહી છે તો સાથે સાથે મોબાઇલની ચોરી થવાની ઘટનાઓએ પણ માઝા મુકી છે. ત્યાર મોટા પ્રમાણમાં થતી વાહનો અને મોબાઇલ ચોરીની આવી ઘટનાઓને કાબુમાં લેવાના પ્રયાસના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને એક પરિત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં વાહન મોબાઇલ ચોરીની ફરિયાદો સીધી ઓનલાઇન પણ કરી શકાશે. આવી ફરિયાદો નોંધાવવા માટે હવે પોલીસ સ્ટેશનના ધરમધક્કા ખાવામાંથી છૂટકારો મળશે તો બીજી તરફ પાંચ દિવસમાં જે તે પોલીસ થાનાના અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં નહી આવે તો તેમની વિરુદ્ધ શિક્ષાત્મક પગલા લેવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારના પરીપત્રમાં જણાવાયું છે કે,ગુજરાત પોલીસ દ્વારા વાહન ચોરી/મોબાઈલ ફોન ચોરી માટે સિટીઝન પોર્ટલ અને સિટીઝન ફર્સ્‌ટ મોબાઈલ એપ મારફતે નાગરીકોને ઈ-એફઆઈઆરની સુવિધા આપવામાં આવશે.ઈ-એફઆઈઆરની સુવિધા ફકત તેવા સંજાેગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય ઈજા ન પહોંચી હોય ચોકકસ સમય મર્યાદામાં ઈ-એફઆઈઆરની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમા તથ્ય જણાયેથી આવી ફરિયાદ એફઆઈઆર માં રૂપાંતરીત કરવામાં આવશે. ઈ-એફઆઈઆર મારે નાગરિકો સિટીઝન પોર્ટેલ/ સિટીઝન ફર્સ્‌ટ મોબાઈલ એપ મારફતે ઈ-એમઆઈઆર સેવાનો ઉપયોગ કરી શકશે.ફરિયાદીએ સિટીઝન પોર્ટેલ/ સિટીઝન ફર્સ્‌ટ મોબાઈલ એપ પર રજીસ્ટર કરાવી વાહન/મોબાઈલ ફોન ચારી અંગે ફરિયાદ સંદર્ભે વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે.ફરિયાદી દ્વારા ઓનલાઈન અરજી કરતા સમયે તેઓ દ્વારા આપવામાં આવેલ અરજીની પ્રિન્ટઆઉટ લઈ,તેની પર પોતે સહી કર્યા બાદ સહી કરેલ અરજી સ્કેન કરી અપલોડ કરવાની રહેશે.
ફરિયાદીને ઈ-મેલ/એસએમએસથી ફરિયાદ અરજી મળ્યાની જાણ થશે. બનાવના સ્થળની વિગતમાં ફરિયાદી દ્વારા જે પોલીસ સ્ટેશનનું નામ લખવામાં આવેલ હોય તે પોલીસ સ્ટેશનમાં ઈ-એફઆઈઆર ફોરવર્ડ થશે અને જાે પોલીસ સ્ટેશનનું નામ ન જણાવેલ હોય તો જે તે પોલીસ કમિશ્નર પોલીસ અધિક્ષકની કચેરીએ ઈ-એફઆઈઆર ફોરવર્ડ થશે અને પોલીસ કમિશ્નર પોલીસ અધિક્ષક ની કચેરીએ ઈ-એમઆઈઆર ફોરવર્ડ થશે પોલીસ કમિશ્નર પોલીસ અધિક્ષકની કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલીક ઈ-એફઆઈઆર મોકલી આપશે. આ તમામ પ્રકિયા ઓનલાઈન કરવામાં આવશે. ઈ-એફઆઈઆરની વિગત સાચી હોય તો ઈ-ગુજકોપમાં એફઆઈઆર દાખલ કરશે. બનાવની જગ્યા પોતાના પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં ન આવતી હોય તો તે ઈ-એફઆઈઆર સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપશે.ઈ-એફઆઈઆરમાં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરશે. સિટીઝન પોર્ટેલ સિટીઝન ફર્સ્‌ટ મોબાઈલ એપ પરથી ઈ-એફઆઈઆર અપલોડ થયાના ૩ દિવસ સુધીમાં થાણા અધિકારીએ આ રીતે ઈ-એફઆઈઆરનો નિકાલ કરવાનો રહેશે.
વધુમાં ઈ-એફ્આઈઆર અંગે ૧૨૦ કલાકની સમયમર્યાદામાં ધોરણસરની કાર્યવાહી નહી કરવા બદલ પોલીસ કમિશ્નર/નાયબ પોલીસ કમિશ્નર પોલીસ અધિક્ષક પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીની જવાબદારી નકકી કરી તેઓ વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરશે.ઈ-એફઆઈઆર સંદભં ઈ-એફઆઈઆર દાખલ કર્યા અંગે અથવા ન દાખલ કર્યા કે દફતરે કર્યા અંગે ફરિયાદીને ઈ-મેલ અને એસએમએસ થી જાણ થશે. ઈ-એફઆઈઆરની નોંધણી થઈ હોય તેવા સંજાેગોમાં ફરિયાદી ઈ-એફઆઈઆરની નકલ સિટીઝન પોર્ટેલ પરથી મેળવી શકશે. કેન્દ્ર સરકારના પરીપત્રના અંતમાં જણાવ્યું છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ, ઈ-એફઆઈઆરનો નિકાલ સમયમર્યાદામાં થાય તે અંગે મોનીટરીંગ કરવાનું રહેશે, દફતરે થયેલ ઈ-એફઆઈઆરની ચકાસણી કરી યોગ્ય રીતે દફતરે થયેલ હોય તે જાેવાનું રહેશે. ઈ-એફઆઈઆર સંદર્ભે ઈ-એફઆઈઆર નોંધાયા બાદ, ૩૦ દિવસમાં તપાસ પૂર્ણ થાય તે જાેવાનું રહેશે. સમયાંતરે સંબંધિત થાણા અધિકારીને ઈ-એફઆઈઆર પદ્ધતિથી અવગત કરી આ અંગે તાલીમ આપવાની પણ રહેશે

Related posts

ભારતનું અનોખું રેલવે સ્ટેશન જેનું કોઈ નામ નથી

saveragujarat

ગાંધીનગરમાં ભાજપે કર્યું ભવ્ય શક્તિ પ્રદર્શન, પ્રમુખ સી.આર.પાટીલે લહેરાવ્યો કેસરિયો…

saveragujarat

અમદાવાદ અને ગાંધીનગરમાં ૧૦૩ શાળાઓ મર્જ કરવામાં આવી : કોંગ્રેસના ધારાસભ્ય

saveragujarat

Leave a Comment