Savera Gujarat
Other

જુલાઇથી સીંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ : પ્લેટ, કાંટા, ચમચી, ફુગ્ગા, ડેકોરેશન સામગ્રીનું વેંચાણ બંધ

સવેરા ગુજરાત/ ગાંધીનગર તા.04
સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ કેરી બેગ, ઝબલાનો ઉપયોગ લોકો ટાળે અને ભવિષ્યમાં અન્ય લોકોમાં પણ જાગૃતા લાવે તે અન્વયે મહાનગરપાલિકા તથા રેડ એફ એમ 93.5 સંયુક્ત ઉપક્રમે ‘પ્લાસ્ટિકાય સ્વાહા 2.0’ નામના કાર્યક્રમનું આયોજન કરેલ છે. તા. 5ના રવિવારે યોજાનાર કાર્યકમનું ઉદઘાટન કિશાનપરા ચોક ખાતે સવારે 8:00 કલાકે કરવામાં આવશે. જે કાર્યક્રમ 30 જુન 2022 સુધી ચાલુ રહેશે.

તા.1 જુલાઇથી નવા નિયમો હેઠળ ઝબલા, ફુગ્ગાઓ, ધ્વજ, આઇસ્ક્રીમ સ્ટીક, ડિસ્પોઝેબલ કપ, ગ્લાસ, નિમંત્રણ કાર્ડમાં વપરાતા 100 માઇક્રોનથી ઓછી જાડાઇવાળી વસ્તુઓ પર પ્રતિબંધનો અમલ થશે તેમ પણ આજે મહાપાલિકાએ જાહેર કર્યુ છે.

કિશાનપરા ચોક ખાતે શહેરીજનો સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ જમા કરાવી શકશે. આ કાર્યકમ દરમિયાન જે કુટુંબ કે વ્યક્તિ દ્વારા આ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક જેટલું વધુ જમા કરવવામાં આવશે જેમાં કુલ રૂ.51,000ના રુપીયાના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જેમાંથી પ્રથમ વિજેતાને 26,000, દ્વિતીય વિજેતાને 15,000, તુતીય વિજેતાને 10,000 રૂપિયાના પુરસ્કાર આપવામાં આવશે. મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, કમિશનર અમિત અરોરા અને સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભરે જણાવ્યું હતું.

પ્લાસ્ટિક વેસ્ટ મેનજમેન્ટ નિયમો, 2016ના સુધારેલ નિયમ 4(2) મુજબ પોલીસ્ટાયરીન અને એક્ષ્પાન્ડેબલ પોલીસ્ટાયરીન સહિતની સિંગલ યુઝ પ્લાસ્ટિક કોમોડીટીનું ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ 1લી જુલાઈ, 2022થી પ્રતિબંધિત રહેશે. જેમાં અ) પ્લાસ્ટિક સ્ટીક સાથે ઈયરબર્ડ્સ, ફુગ્ગાઓ માટે પ્લાસ્ટિક દાંડી,પ્લાસ્ટિક ધ્વજ, કેન્ડી સ્ટીક્સ,આઈસક્રીમ દાંડી,પોલીસ્ટાઈરીન (થર્મોકોલ)ની સજાવટની સામગ્રી વાપરી શકાશે નહીં

આ ઉપરાંત પ્લેટો, કપ, ગ્લાસ, કાંટા ચમચી, ચાકુ, સ્ટ્રો જેવી કટલેરી, મીઠાઈના ડબ્બા, નિમંત્રણ કાર્ડ, તથા સિગારેટ પેકેટની આજુ-બાજુ પેક કરવા માટેની ફિલ્મ, 100 માઈક્રોનથી ઓછી જાડાઈ વાળા પ્લાસ્ટિક અથવા પીવીસી બેનરનો સમાવેશ થાય છે. પ્લાસ્ટિકથી પર્યાવરણને નુકસાન થાય છે એ હકીકત ધ્યાને લઇ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવો જોઈએ. સૌ આ પ્લાસ્ટીકની આહુતિ આપે તે જરૂરી છે તેમ તંત્રવાહકોએ જણાવ્યું છે.

Related posts

નરોડાના બે પોલીસ કર્મચારી ઉપર બુટલેગરોનો હુમલો

saveragujarat

ગુજરાતમાં તેમના શું કાર્યક્રમો છે તે અંગે મને કોઈ માહિતી નથી : નીતિન પટેલ

saveragujarat

અમદાવાદ,સુરત બાદ વડોદરા પણ વિકાસની હરણફાળ ભરશે, લાંબા સમયથી રાહ હતી તેને CM એ આપી મંજૂરી

saveragujarat

Leave a Comment