Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

અમદાવાદ અને ગાંધીનગરમાં ૧૦૩ શાળાઓ મર્જ કરવામાં આવી : કોંગ્રેસના ધારાસભ્ય

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૧૪
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારના ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખના અગાઉ અમદાવાદ અને ગાંધીનગર શહેર/જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓ મર્જ કરવા બાબતના પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ૧૦૩ સરકારી પ્રાથમિક શાળાઓ મર્જ કરવામાં આવી છે, જેની સામે આજરોજ પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન અમદાવાદ અને ગાંધીનગર શહેર/જિલ્લામાં નવી સરકારી શાળાઓ શરૂ કરવાના પ્રશ્નના જવાબમાં સરકારે સ્?વીકાર્યું છે કે, છેલ્લા બે વર્ષમાં માત્ર ૨૨ નવી સરકારી પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી છે.
શ્રી ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, રાજ્યના વિકાસ માટે શિક્ષણ એ મહત્ત્વનું અંગ હોવા છતાં રાજ્?ય સરકાર શિક્ષણ ક્ષેત્રે ઉદાસીન છે. વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાના નામે રાજ્યમાં સરકારી શાળાઓ મર્જ કે બંધ કરવાના ર્નિણયની ભાજપ સરકારે અમલવારી શરૂ કરી છે, પરંતુ વધતી વસ્તીના ધોરણે નવી સરકારી શાળાઓ શરૂ કરવાની બાબતમાં રાજ્ય સરકાર ઉદાસીન છે. શ્રી શેખે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર શિક્ષણના નામે મોટી-મોટી વાતો જ કરે છે. રાજ્યના ગરીબ વર્ગના બાળકો કે જે ઉંચી ફી ભરી શકે તેમ નથી તેઓ સરકારી શાળામાં શિક્ષણ મેળવતા હોય છે પરંતુ ભાજપ સરકાર એકબાજુ ગરીબ વર્ગ માટે શિક્ષણનું માધ્યમ એવી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરે છે અને બીજીબાજુ ભાજપના મળતિયાઓની સેલ્ફ ફાયનાન્સ શાળાઓને પ્રોત્સાહન આપવા માટે નવી સરકારી પ્રાથમિક શાળાઓ પૂરતા પ્રમાણમાં શરૂ કરતી નથી. રાજ્ય સરકારને વસ્તીના ધોરણે નવી સરકારી પ્રાથમિક શાળાઓ સત્વરે શરૂ કરી કોરોના મહામારીથી ત્રસ્ત થયેલ ગરીબ વર્ગના લોકોને મદદરૂપ થવા ભાજપ સરકારને અપીલ કરી હતી.

Related posts

ઘરફોડના આરોપીઓને પકડવા યુપી ગયેલી ઊંઝા પોલીસ પર ફાયરિંગ

saveragujarat

અમદાવાદ ખાતે પ્રોફેસર સમીટ કાર્યક્રમ યોજાયો. સાંસદ અને રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા ઉપસ્થિત.

saveragujarat

ગુજરાતના આંદોલનકારી નેતા હાર્દિક અને અલ્પેશ કઈ બેઠક પરથી લડશે ચૂંટણી?

saveragujarat

Leave a Comment