Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

ગાંધીનગરમાં ભાજપે કર્યું ભવ્ય શક્તિ પ્રદર્શન, પ્રમુખ સી.આર.પાટીલે લહેરાવ્યો કેસરિયો…

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને દરેક પાર્ટી છેલ્લી ઘડીએ પોતાની પડઘમ બતાવી રહી છે. જ્યારે ભાજપે પેથાપુરથી કુંડાસણ સુધી રોડ શોનું આયોજન કર્યું છે.

ભાજપ દ્વારા આયોજિત રોડ શોમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકરો બાઇક રેલીમાં જોડાયા છે. ભાજપ ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં રોડ શો દ્વારા શક્તિપ્રદર્શન બતાવી રહ્યું છે. ભાજપ 44 બેઠકો માટે ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કાનો રોડ શો છે.

ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનો આ છેલ્લો તબક્કો છે. પેથાપુર ખાતે મહારાણા પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને રોડ શો શરૂ કરવામાં આવ્યો છે. ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાષ્ટ્રીય મહામંત્રી શભુનાથ ટુડિયા, કેબિનેટ મંત્રી અર્જુન સિંહ પેથાપુર પહોંચ્યા છે. પેથાપુરથી કુડાસણ સુધીના રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નેતાઓ જોડાયા છે.

Related posts

કોરોના પછી બે વર્ષ બાદ સ્થિતિ સામાન્ય થતાં પરંપરા મુજબ પલ્લી ભરાશે

saveragujarat

દિલ્હીમાં સાત મહિનામાં સૌથી વધુ કેસ,તો મહારાષ્ટ્રમાં સ્થિતિ બગડી

saveragujarat

અકસ્માત રોકવા અમદાવાદ ટ્રાફિક પોલીસ સજ્જ બની છે તમે પણ સતર્ક બનો

saveragujarat

Leave a Comment