Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

૧૫૧.૨૭ કરોડના ખર્ચે પાલનપુર અને મહેસાણામાં નવનિર્મિત રેલવે ઓવર બ્રિજ મંત્રી દર્શના જરદોશના હસ્તે લોકાર્પ૧૫૧.૨૭ કરોડના ખર્ચે પાલનપુર અને મહેસાણામાં નવનિર્મિત રેલવે ઓવર બ્રિજ મંત્રી દર્શના જરદોશના હસ્તે લોકાર્પ૧૫૧.૨૭ કરોડના ખર્ચે પાલનપુર અને મહેસાણામાં નવનિર્મિત રેલવે ઓવર બ્રિજ મંત્રી દર્શના જરદોશના હસ્તે લોકાર્પ

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૧૩
ગુજરાતની પ્રજાના સમય, ખર્ચ, ઇંધણ અને શ્રમ બચે એવા ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર અને કેંદ્ર સરકાર કામ કરી રહી છે. આજે શુક્રવારે મહેસાણા જિલ્લાના ભાંડુ ખાતે ભારત સરકારના રેલવે અને કપડાં રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશના હસ્તે અને ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી ગરિમામય ઉપસ્થિતિમાં,(૧) ઊંઝા- ભાંડુ મોટી દાઉ સેક્શનમાં લેવલ ક્રોસિંગ સંખ્યા ૨૦૮ના ઓવર બ્રિજનું સ્થળ પર જઇને લોકાર્પણ કર્યું હતું અને ઊંઝા- ભાંડુ મોટી દાઉ સેક્શનમાં લેવલ ક્રોસિંગ સંખ્યા ૨૦૬ના ઓવર બ્રિજ (૨) પાલનપુર-ઉમરદશી સેક્શનમાં લેવલ ક્રોસિંગ સંખ્યા ૧૭૦ ઉપરનો ઓવર બ્રિજ (૩) પાલનપુર સ્ટેશન પર નવનિર્મિત ટિ્‌વન ઓવર બ્રિજ સંખ્યા ૦૧ (૪) પાલનપુર સ્ટેશન પર યાર્ડમાં નવનિર્મિત રાહદારીઓ માટેના સબ-વેનું ઇ-લોકાર્પણ કરાયું હતું. કુલ રૂ. ૧૫૧.૨૭ કરોડનો ખર્ચ કેંદ્ર અને રાજ્ય એ મળીને ઉપરોક્ત કામો માટે કર્યો છે. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરથી રેલમાર્ગ અને હાઇવે વધુ સુગમ બન્યા છે,જેનો લાભ નાગરિકોને મળી રહ્યો છે.
આ પ્રસંગે કેંદ્રીય રેલવે અને કપડાં રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશે જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રીની કલ્પના મુજબ ભારતીય રેલનું સંપૂર્ણપણે નવીનીકરણ કરાઇ રહ્યું છે. ગુજરાતમાં ૨૧૫ કિ.મી.ની રેલવે લાઇનોના ગેજ બદલવામાં આવ્યા છે. ભાવનગર અને રાજકોટના રેલવે સ્ટેશનો એરપોર્ટ જેવાં બનાવાયાં છે. રેલ મંત્રાલયની કામગીરીનો ચિતાર આપતા તેમણે ઉમેર્યું હતું કે,વિકાસના કામ સાથે ઘણા લોકોને રોજી-રોટી મળે છે. ટ્રેઇનમાં સ્વચ્છ્‌તા સાથે બાયો ટોયલેટ, ઇલેક્ટ્રિફિકેશન,કેબલિંગ,બ્યુટિફિકેશનનું કામ પણ ચાલી રહ્યું છે.નવાં ૧૦૦ કાર્ગો ટર્મિનલ બનવાના છે. ૯૦૦૦ મેગાવોટના એન્જિનો બનવાના છે. બુલેટ ટ્રેઇનનું કામ ૯ કિ.મી.ની ગતિએ ચાલી રહ્યું છે. દેશભરમાં બીજી નવી ૫૬ ટ્રેઇનો શરૂ થવાની છે.૪૦૦ જેટલી વંદેભારત ટ્રેઇન બનવાની છે. વડોદરામાં રેલવે યુનિવર્સિટી તૈયાર થઇ રહી છે. વિકાસના હૉલિસ્ટિક એપ્રોચ સાથે પીપીપી મૉડેલ પર રેલવે સ્ટેશનો આધુનિક બનાવાઇ રહ્યા છે. વિકાસના કામમાં ઝ્‌ડપ આવે તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલું ગતિશક્તિ મોડેલ આખી દુનિયામાં સૌ પ્રથમ છે. ૯ જેટલાં વિવિધ મંત્રાલયો એક સાથે કામ કરી રહ્યા છે. આઝાદીના અમૃત મહોત્સવમાં અને અમૃત બજેટ થકી અનેક વિકાસના કામો ભારત સરકાર કરી રહી છે.

Related posts

ગુજરાતને બદનામ કરવાવાળાની જમાતને વિદાય કરવાની છે : મોદી

saveragujarat

એપ્રિલની પ્રારંભથી ગરમીનો પારો વધુ ઉચકાશે હવામાન વિભાગ

saveragujarat

ભાજપના સાંસદ રમેશ બિધૂડીએ બસપાના સાંસદ દાનિસ અલીને આતંકી-મુલ્લા કહ્યા

saveragujarat

Leave a Comment