Savera Gujarat
Other

શેરબજારને ઝટકો;સેન્સેકસમાં 1450 પોઇન્ટનો કડાકો

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૦૪
મુંબઇ શેરબજારમાં આજે મંદીનો ઝટકો લાગ્યો હતો. રીઝર્વ બેંકે વ્યાજદરમાં એકાએક તડકો વધારો જાહેર કરતા માર્કેટ મંદીમાં સપડાયું હતું અને સેન્સેકસમાં 1450 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો.
શેરબજારમાં આજે શરૂઆતથી જ માનસ નબળુ હતું. વિશ્ર્વ બજારોની મંદી તથા વિદેશી નાણા સંસ્થાઓની વેચવાલી ક્રુડના ભાવમાં વધારો સહિતના કારણો અસર કરતા હતા. બપોરે રીઝર્વ બેંક કોઇ નિવેદન જાહેર કરનાર હોવાનું જાહેર થતા માર્કેટ વધુ સાવચેત બની ગયું હતું ત્યારબાદ બપોરે 2 વાગ્યે રિઝર્વ બેંકે વ્યાજદરમાં 0.40 ટકાનો તડકો વધારો જાહેર કરતા માર્કેટમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.
કેટલાક વખતથી વ્યાજદર વધારવાની અટકળો ચાલતી જ હતી. પરંતુ ધિરાણ નીતિને હજુ વાર હોવાથી ખાસ ટેન્શન લેવાતું ન હતું પરંતુ આજે એકાએક રીઝર્વ બેંકે વ્યાજદર વધારો જાહેર કરી દેતા ગભરાટ ઉભો થયો હતો અને તમામેતમામ શેરોમાં આક્રમણકારી વેચવાલીનો મારો શરૂ થઇ ગયો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે કેટલાક દિવસોથી વ્યાજદર વધારવાની આશંકા વ્યકત થતી જ હતી. હવે તે વાસ્તવિક બની જતા માર્કેટનું મોરલ ખરડાઇ જવાનો ભય ઉભો થયો છે. આવતા દિવસોમાં લોન મોંઘી થવા સાથે અર્થતંત્રને પણ અસર થવાની ભીતિ છે. માર્કેટ હજુ કેવો પ્રત્યાઘાત આપે છે તે જોવાનું રહેશે.
શેરબજારમાં આજે મોટા ભાગના શેરો ગબડી પડયા હતા. અદાણી પોર્ટ, એપોલો હોસ્પિટલ, લાર્સન, મારૂતિ, નેસલે, રિલાયન્સ, સ્ટેટ બેંક, સનફાર્મા, ટીસ્કો, ટીસીએસ, ટેક મહિન્દ્ર, ટાઇટન, એશીયન પેઇન્ટસ, એકસીસ બેંક, બજાજ ફાયનાન્સ, બજાજ ફિન્સ સર્વિસ, ભારતી એરટેલ, ડો. રેડ્ડી, એચડીએફસી બેંક, હિન્દ લીવર, ઇસીઆઇસીઆઇ બેંક વગેરે તૂટયા હતા. મંદીબજારે પણ ઓએનજીસી, બ્રીટાનીયા, પાવર ગ્રીડ, કોટક બેંક મજબુત હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ 1450 પોઇન્ટના કડાકાથી પપપરપ સાંપડયો હતો જે ઉંચામાં 57184 તથા નીચામાં 55501 હતો. નીફટી 436 પોઇન્ટ ગગડીને 1663ર હતો જે ઉંચામાં 17132 તથા નીચામાં 166ર4 હતો.

Related posts

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક અર્પણ સમારોહ,ગામીત સમાજ ની મૌખિક વાર્તાઓના રચઈતાને ત્રીજા નંબરે પારિતોષિક એવોર્ડથી સન્માનીત કરાયા.

saveragujarat

પટેલ યુવકે પતિ-દીકરીને મારવાની ધમકી આપી ૨૫ લાખ પડાવ્યા

saveragujarat

કોંગ્રેસે અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત રસ્તાનું નામ બદલીને મેયર કિરટી પરમાર અને કમિશ્નર લોચન શહેરા રોડ રાખી પ્રદર્શન કર્યુ

saveragujarat

Leave a Comment