Savera Gujarat
Other

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક અર્પણ સમારોહ,ગામીત સમાજ ની મૌખિક વાર્તાઓના રચઈતાને ત્રીજા નંબરે પારિતોષિક એવોર્ડથી સન્માનીત કરાયા.

સવેરા ગુજરાત/ગાંધીનગર:-  પ્રાંત મુજબ દરેક વિસ્તારની એક અલગ ભાષા અને આગવી શૈલી હોય છે , સમયની સાથે સાથે આપણા સાંસ્ક્રૃતિક વારસામા મળેલી ભાષા લીપ્ત થતી જતી રહી અને અંગ્રેજી ભાષા એ માજા મુકી છે આજનુ યુવા ધન આપણો સાંસ્ક્રૃતિક વારસો અને આપણી મુખ્ય ભાષા તેમજ ઈતિહાંસ અને વાર્તાઓથી વંચીત થતો જઈ રહ્યોં છે ત્યારે આદિવાસી સમાજની બે દિકરીઓ ઊમિયા અને ઊર્વશી કે જેઓ જુડવા નામે સમગ્ર વિસ્તારમા જાણીતી છે તેઓએ પોતાની ગામીત સમાજની ભાષાને પ્રાથમિકતા આપતા પોતાની આગવી શૈલીમા વાર્તાઓનુ લેખન કરી “ગામીત સમાજની મૌખિક વાર્તાઓ નામે એક પુસ્તકની રચના કરી છે . આ પુસ્તકે એક સમાજ ની લિપ્ત થતી ભાષાને અને સમાજના રિત રસમોને ફરી આજે વાચા આપી છે .

પ્રાપ્ત માહિતી મુજબ  જુડવા નામે પ્રખ્યાત ઊમિયા અને ઊર્વશી નામની બે આદિવાસી દિકરીઓએ ગામીત સમાજની ભાષા પર વાર્તા લેખન કરીને ઈતિહાસ સર્જયો છે , ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા આ પુસ્તક બાબતે ગત તારિખ 16/02/2022 ના રોજ ઉર્વશી બી.ગામીત અને ઊમિયા બી. ગામીત ને પત્ર લખી સુભેચ્છા સંદેશ સાથે આમંત્રિત કરવામા આવી હતી જેઓને આજ રોજ ગાંધીનગર ખાતે લિપ્ત થતી ગામીત ભાષાના પુનરુત્થાન અને વાર્તાઓના નવસર્જન હેતુસર ત્રીજા ક્રમે શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક એવોર્ડ આપી સન્માનીત કરાયા હતા.સાથે સાથે દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજમાંથી આવતા પ્રિતેશભાઈ ચૌધરી ને ગુજરાત સાહિત્ય અકાદમી ૨૦૧૯ ‘પોહ્નો’ પુસ્તક માટે પ્રથમ પારિતોષિક તેમજ દ્વિતીય પારિતોષિક  ‘કૂંકણા લોકવાર્તાઓ ‘ મહેંદ્રભાઇ પટેલને પુસ્તક અને વર્ષ ૨૦૧૮ નું રોશનભાઈ ચૌધરીને ”દક્ષિણ ગુજરાતના પરંપરાગત લોકગીતો” પુસ્તક માટે પ્રથમ પારિતોષિક એનાયત કરાયા હતા .

(વ્રજ લિંબાણી ગાંધીનગર)

Related posts

સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘ ઘ્વારા કો.ઓપરેટીવ કેડીટ સોસાયટીઓના હોદ્દેદારો અને કર્મચારીઓનો સેમિનાર યોજયો 

saveragujarat

પ્રેમીને પામવા પત્ની પતિને રોજ સ્લો પોઈઝન આપતી હતી

saveragujarat

પહેલી વખત ધારાસભ્યોની યોજાશે ક્રિકેટ ટુર્નામેન્ટ

saveragujarat

Leave a Comment