Savera Gujarat
Other

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અસમ પ્રવાસ દરમિયાન સાત નવી કેન્સર હોસ્પિટલનું ઉદઘાટન કર્યું.

સવેરા ગુજરાત/નવી દિલ્હી તા.૨૮ 

નરેન્દ્ર મોદી અસમ પ્રવાસમાં સાત નવી કેન્સર હોસ્પિટલનું ઉદઘાટન કર્યું. આ અવસર પર દીફૂમાં આયોજિત રેલી દરમિયાન પ્રધાનમંત્રીએ અસમના લોકોને કહ્યું ડબલ એન્જીનની સરકાર, જ્યાં પણ હોય ત્યાં સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસની ભાવનાથી કામ કરે છે. તેમણે કહ્યું કે આજે આ સંકલ્પ કાર્બી આંગલોંગની આ ધરતી પર ફરી સશક્ત થયો છે. અસમની સ્થાયી શાંતિ અને ઝડપી વિકાસ માટે જે કરાર થયા છે. તેમને જમીન પર ઉતારવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે પણ અહીં આવવાની તક મળી તમારા લોકોનો અપાર સ્નેહ અને પ્રેમ મળ્યો. આ સાથે જ રાજ્ય સરકારે પીએમ મોદીના પ્રવાસ માટે સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે આ સુખદ સંયોગ છે કે આજે જ્યારે દેશ આઝાદીના અમૃત મહોત્સવનો ઉજવી રહ્યો છે, ત્યારે આપણે આ ધરતીના મહાન સપૂત લચિત બોરફૂકાનની 400મી જન્મજયંતિ પણ ઉજવી રહ્યા છીએ. તેમનું જીવન રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રશક્તિની પ્રેરણા છે. તેમણે કહ્યું કે કાર્બી આંગલોંગથી દેશના આ મહાન નાયકને હું નમન કરું છું.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બી આંગલોંગમાં માંજા પશુ ચિકિત્સા મહાવિદ્યાલય, વેસ્ટ કાર્બી આંગલોંગ કૃષિ મહાવિદ્યાલય, અમ્પાની વેસ્ટ કાર્બી આંગલોંગ ગર્વમેંટ કોલેજ સહિત ઘણી યોજનાઓની આધારશિલા રાખી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભાજપની ડબલ એન્જીનની સરકાર જ્યાં પણ હોય, ત્યાં સબકા સાથ-સબકા વિકાસ- સબકા વિશ્વાસ ઔર સબકા પ્રયાસની ભાવનાથી કામ કરે છે. આજે આ સંકલ્પ કાર્બી આંગલોંગની ધરતી પર ફરીથી સશક્ત થયું છે. આજે જે શિલાન્યાસના કાર્યક્રમ થયા છે, આ ફક્ત કોઇ બિલ્ડીંગનો શિલાન્યાસ નથી, આ અહીં નવયુવાનોના ઉજ્જવળ ભવિષ્યનો શિલાન્યાસ છે. ઉચ્ચ શિક્ષણ માટે અહીં યોગ્ય વ્યવસ્થા થતાં હવે ગરીબથી ગરીબ વ્યક્તિ પણ પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકશે.

પીએમ મોદીએ કહ્યું ‘અસમની સ્થાયી શાંતિ અને ઝડપી વિકાસ માટે જે કરાર થયા છે. તેને જમીન પર ઉતારવાનું કામ આજે તેજ ગતિએ ચાલી રહ્યું છે. હથિયાર મુકીને જે સાથી રાષ્ટ્ર નિર્માણના પરત ફર્યા છે, તેના પુનર્વાસ માટે પણ સારું કામ કરવામાં આવી રહ્યું છે. તમે બધા ગત દાયકામાં એક લાંબા સમયથી ઘણી મુશ્કેલીઓમાંથી પસાર કર્યો છે. પરંતુ 2014 બાદ નોર્થ ઇસ્ટમાં મુશ્કેલીઓ સતત ઓછી થવા લાગી છે, લોકોનો વિકાસ થઇ રહ્યો છે.

Related posts

ફિલ્મોને પણ ટક્કર મારે તેવા દ્રશ્યો પાકિસ્તાન બોર્ડર પર સર્જાયા, 10 શંકાસ્પદ માછીમારોને ઝડપી લેવાયા

saveragujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ માતા હીરાબાના આશીર્વાદ લીધા

saveragujarat

સેન્સેક્સમાં ૧૭૦, નિફ્ટીમાં ૪૫ પોઈન્ટનો થયેલો વધારો

saveragujarat

Leave a Comment