Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સેન્સેક્સમાં ૧૭૦, નિફ્ટીમાં ૪૫ પોઈન્ટનો થયેલો વધારો

મુંબઈ, તા.૩૦
ભારતીય શેરબજારમાં આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સમાં ૯૫૦ પોઈન્ટની આસપાસ અને એનએસઈ નિફ્ટીમાં ૩૦૦ પોઈન્ટની આસપાસ વ્યાપક રેન્જ જાેવા મળી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૧૬૯.૫૧ પોઈન્ટ અથવા ૦.૨૯ ટકા વધીને ૫૯,૫૦૦.૪૧ પર અને નિફ્ટી ૪૪.૬૦ પોઈન્ટ અથવા ૦.૨૯ ટકા વધીને ૧૭,૬૪૮.૪૫ પર બંધ થયો હતો. આજના કારોબારમાં બજારની નજર પણ અદાણીના શેર પર હતી, અમુક ગ્રુપના શેર ઉપર તો અમુક ડાઉન હતા.એનએસઈ પર, ૭૯૬ શેર્સ ઉછાળા સાથે બંધ થયા જ્યારે ૧૨૬૪ શેર ઘટીને બંધ થયા. આઇટી, બેન્કિંગ અને ફિન સર્વિસ સૂચકાંકો દિવસ દરમિયાન ઉછાળા સાથે વધ્યા હતા, જ્યારે મેટલ, મીડિયા રિયલ્ટી અને એનર્જી દબાણ હેઠળ હતા. બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, એચસીએસ ટેક, એનટીપીસી, એશિયન પેઇન્ટ, ઇન્ફોસિસ, વિપ્રો, મારુતિ સુઝુકી, ટીસીએસ, કોટક મહિન્દ્રા, એમએન્ડએમ, સન ફાર્મા, આસીઆસીઆઈ બેંક, રિલાયન્સ અને ટેક મહિન્દ્રા ઉછાળા સાથે બંધ થયા હતા. એચડીએફસી બેંક, એક્સિસ બેંક, નેસ્લે, આઈટીસી, ભારતી એરટેલ, એચડીએફસી, એસબીઆઈ, ટાટા મોટર્સ, એચયુએલ, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંક અને પાવર ગ્રીડ નીચામાં બંધ થયા હતા.એશિયાના તમામ બજારોમાં મિશ્ર અસર જાેવા મળી રહી છે. જાપાન, શાંઘાઈ, તાઈવાનના બજારો લીલા નિશાનમાં બંધ થયા અને સિયોલ અને હોંગકોંગના બજારો નીચે બંધ થયા. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ ૮૬.૪૨ ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત એક ડોલર ઘટીને ૧,૯૩૦ ડોલર થઈ ગઈ છે.ડોલર સામે રૂપિયો ૯ પૈસા વધીને ૮૧.૫૦ પર બંધ થયો હતો. સોમવારના સત્રમાં રૂપિયો નીચામાં ૮૧.૬૯ પર ખુલ્યો હતો, તે પછી તરત જ ૮૧.૭૨ પર સુધર્યો હતો, પરંતુ દિવસ દરમિયાન તે ડોલર સામે ૮૧.૫૦ પર બંધ થયો હતો.

Related posts

લોકસભા ચૂંટણીમાં વિપક્ષની સાથે ગઠબંધનની શક્યતા મમતાએ નકારી

saveragujarat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અસમ પ્રવાસ દરમિયાન સાત નવી કેન્સર હોસ્પિટલનું ઉદઘાટન કર્યું.

saveragujarat

ગૂગલમાં આ વર્ષે લોકોએ બકિંધમ પેલેસ સૌથી વધારે સર્ચ કર્યું

saveragujarat

Leave a Comment