Savera Gujarat
Other

દેશમાં તમામ પ્રકારના ફ્યૂલ પર કેન્દ્ર સરકાર ૬૮ ટકા ટેક્સ લઈ રાજ્યો પર આરોપ લગાવી બચાવ કરે છે : રાહુલ ગાંધી

સવેરા ગુજરાત/નવી દિલ્હી તા.૨૮

કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ અને ઈંધણની ઉંચી કિંમતો અને ટેક્સ માટે કેન્દ્ર સરકારને દોષી ઠેરવી અને આરોપ લગાવ્યો કે સરકારનો સંઘવાદ સહકારી નહીં, પરંતુ બળજબરી છે. તેને લઈને કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું. તેમાં લખ્યું કે ઉંચી ઈંધણની કિંમત પર રાજ્યોને દોષ આપો. કોલસાની કમી પર રાજ્યોનો દોષ આપો. ઓક્સીજનની કમી પર રાજ્યોનો દોષ આપો. તમામ પ્રકારના ફ્યૂલ પર કેન્દ્ર સરકાર 68 ટકા ટેક્સ લઈ રહી છે. છતાં પીએમ જવાબદારીથી બચે છે. મોદીનો સંઘવાદ સહકારી નથી, બળજબરી છે. કોંગ્રેસ કાચા તેલની ઓછી આંતરરાષ્ટ્રીય કિંમતો છતાં ઈંધણ પર હાઈ ટેક્સ માટે સરકાર પર હુમલો કરતી રહી છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રીનું નિવેદન તથ્યો પર આધારિત નથી. તેમણે માંગ કરી કે મોદી સરકાર પહેલાં કેન્દ્રીય ઉત્પાદન શુલ્કનો હિસાબ આપે, જેના દ્વારા કેન્દ્રએ છેલ્લા 8 વર્ષમાં 27 લાખ કરોડ રૂપિયા કમાયા છે.

રાહુલ ગાંધીએ આગળ કહ્યુ કે પેટ્રોલ અને ડીઝલ પર એકત્ર કરવામાં આવેલા ટેક્સના 68 ટકા કેન્દ્ર સરકારના ભાગમાં જાય છે. 32 ટકા રાજ્ય સરકારો પાસે જાય છે. તેવામાં રાજ્ય સરકારો પાસે આશા કરવી, જે પહેલાથી જીએસટીના પોતાના ભાગથી વંચિત છે, મને લાગે છે તે અન્યાયપૂર્ણ છે.

Related posts

૪૩ પોલીસકર્મીઓને કોર્ટે ફટકારી સાત વર્ષની સજા

saveragujarat

રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૧૫ તાલુકામાં વરસાદ પડ્યો

saveragujarat

૨૬મીએ વસ્ત્રાલ ખાતે ૧૧૦૦ કુંડીય વિશ્વશાંતિ વૈદિક મહાયજ્ઞ યોજાશે

saveragujarat

Leave a Comment