Savera Gujarat
Other

લીંબુનો ભાવ વધારો બન્યોં હત્યાનું કારણ : વહુએ એક લીંબુ લેતાં ઝઘડા બાદ સાસુ-નણંદે કરી હત્યાં

સવેરા ગુજરાત/પટના,તા. 28 : લીંબુના ભાવમાં બેફામ ભાવવધારા વચ્ચે દેશભરમાં જબરો ઉહાપોહ ચાલી જ રહ્યો છે તેવા સમયે માત્ર એક નંગ લીંબુ માટે યુવતીની હત્યા થઇ ગયાનો અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બિહારના ચંપારણના ચીનપુર ગામમાં બનેલા હત્યાના બનાવમાં એક નંગ લીંબુ માટે સાસુ અને નણંદે પુત્રવધુની હત્યા કરી નાખી હતી.

પુત્રવધુએ લીંબુના ઝાડ પરથી એક લીંબુ તોડતા સાસુ-નણંદ સાથે ઝઘડો થયો હતો તેમાં સાસુ અને નણંદે ભેગા થઇને પુત્રવધુની હત્યા કરી નાખી હતી. હત્યાના આ બનાવ બાદ સાસુ અને નણંદ નાશી છુટ્યા છે. બંનેને પકડવા માટે પોલીસે પગેરુ દબાવ્યું છે. આ મામલે ચંપારણ પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. એક લીંબુના કારણએ હત્યા થયાના આ બનાવથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ સર્જાયો છે.

Related posts

કેદારનાથ ધામના વડાપ્રધાનના કાર્યક્રમનું કાલે સોમનાથમાં જીવંત પ્રસારણ થશે

saveragujarat

બિપરજાેય રાજસ્થાન ભણી, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

saveragujarat

ગુજરાતમાં ફરી રખડતા ઢોર અને શ્વાનના કારણે ૩ લોકોને ઇજા પહોંચી

saveragujarat

Leave a Comment