Savera Gujarat
Other

ગુજરાતમાં મેં મહિનામાં ૧૧ દિવસ બેંક રહેશે બંધ

બીજી વાસ્તવિક સમયની ગ્રોસ સેટલમેન્ટ રજાઓ હોય છે અને ત્રીજા નંબરે બેંક ક્લોઝિંગ એકાઉન્ટની રજાઓ હોય છે.

સવેરા ગુજરાત/ગાંધીનગર,તા.૨૭
મે મહિનો શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે જે લોકો બેંકને લગતા કામકાજ કટાફટ પતાવવા ઇચ્છતા હોય તેઓએ અગાઉથી જ મે મહિનાની રજાઓ જાેઇ લેવી જાેઈએ. જેથી તમારે ધક્કા ખાવાનો વારો ન આવે અને તમારું કામ પણ ફટાફટ પૂર્ણ થઇ જાય. રિઝર્વ બેંક દર વર્ષે રજાનું કેલેન્ડર બહાર પાડે છે. જેમાં તારીખથી વાર સુધી જણાવવામાં આવે છે કે, કયા રાજ્યમાં કયા દિવસે બેંકો બંધ રહેશે. તેઓ રાષ્ટ્રીય રજાઓનો પણ ઉલ્લેખ કરે છે કે, જે દિવસે દેશભરમાં એક સાથે બેંકો બંધ રહે છે. દરેક રાજ્યમાં પોતપોતાના તહેવાર અનુસાર રજા આપવાનો નિયમ હોય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ત્રણ કેટેગરીમાં રજાઓની યાદી બહાર પાડે છે. જેમાં, પ્રથમ નિગોશિએબલ ઇન્સ્ટ્રૂમેન્ટ્‌સ એક્ટ મુજબ રજાઓ હોય છે, બીજી વાસ્તવિક સમયની ગ્રોસ સેટલમેન્ટ રજાઓ હોય છે અને ત્રીજા નંબરે બેંક ક્લોઝિંગ એકાઉન્ટની રજાઓ હોય છે. આ ત્રણ રીતે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે બેંકની રજાઓ નક્કી કરવામાં આવે છે. રાષ્ટ્રીય સ્તરની રજાઓ શનિવાર, રવિવાર અથવા હોળી, દિવાળી અથવા દશેરા જેવાં તમામ મોટા તહેવારો પર હોય છે. જાેકે, અહીં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે, બેંકોની રજાઓ મુખ્યત્વે રાજ્યોના તહેવારો પર ર્નિભર હોય છે. જે રાજ્યમાં બેંક છે ત્યાંની રજાઓ તે રાજ્યના તહેવારો પરથી નક્કી કરવામાં આવશે. આ રજાઓ દરેક રાજ્યમાં બદલાઈ શકે છે. એટલે કે જે દિવસે દિલ્હીમાં બેંકો બંધ હોય તે દિવસે હરિયાણામાં પણ બંધ રહે તે જરૂરી નથી. દિલ્હીમાં તહેવારના કારણે બેંકો બંધ હોઈ શકે છે પરંતુ હરિયાણામાં જાે તહેવાર ઉજવવામાં ના આવતો હોય તો ત્યાં તે વિસે ચાલુ રહે છે. આવી જ સ્થિતિ છઠ પૂજા વખતે જાેવા મળતીકારણ કે બિહાર-યુપીમાં છઠ પર બેંકો બંધ રહે છે, જ્યારે અન્ય રાજ્યોમાં એ દિવસે બેંકોનું કામકાજ ચાલુ રહે છે. ત્યારે હવે જાેવાનું એ રહ્યું કે આ વખતે મે મહિનામાં બેંકો કેટલાં દિવસ બંધ રહેશે. જેની યાદી નીચે મુજબ છે. આ સિવાય મહિનામાં અન્ય રજાઓમાં બીજાે અને ચોથો શનિવાર એમ ૨ દિવસ અને ૫ મહિનામાં કુલ ૫ રવિવારની રજા આવે છે. ત્યારે એમ ૭ દિવસ પણ રજા આવે છે. ત્યારે મે મહિનામાં કુલ ૧૧ રજાઓ આવશે. નોંધનીય છે કે, ઇમ્ૈં કેલેન્ડર મુજબ દર મહિનાના રવિવાર અને બીજા અને ચોથા શનિવાર બેંકોમાં રજા હોય છે.

Related posts

સેન્સેક્સમાં ૨૧૩, નિફ્ટીમાં ૪૭ પોઈન્ટનો ઊછાળો નોંધાયો

saveragujarat

૨૮ ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજમાં સ્મૃતિવનનું કરશે લોકાર્પણ

saveragujarat

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૦,૪૦૯ નવા કેસ નોંધાયા

saveragujarat

Leave a Comment