Savera Gujarat
Other

કોલસાની અછતથી દેશના ડઝન રાજ્યોમાં ભારે વીજ સંકટ

યુપીમાં સાત દિવસ ચાલે એટલો જ કોલસાનો સ્ટોક, પંજાબમાં વીજ સંકટને લઈને કોંગ્રેસના સિધ્ધુના નેતૃત્વમાં રાજપુરા થર્મલ પાવર પ્લાન્ટ બહાર ધરણા.

સવેરા ગુજરાત/લખનૌ, તા.૨૭
ગરમી વધવાની સાથે જ વીજળીની માગ પણ વધી રહી છે. બીજી તરફ તેની ઉપલબ્ધતામાં ભારે ઘટાડો જાેવા મળી રહ્યો છે જેના કારણે વીજ સંકટ ઘેરુ બની રહ્યું છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, ઝારખંડ સહીત દેશના અનેક રાજ્યોમાં વીજળી સંકટને જાેતા વીજ કાપ શરૂ થઈ ગયો છે જેના કારણે લોકોને ઘણી મુશ્કેલી થઈ રહી છે. સૌથી વધારે વસ્તીવાળા ઉત્તરપ્રદેશમાં કોલસાનો સ્ટોક પણ જરૂરતના પ્રમાણમાં માત્ર ૨૬% જ બચ્યો છે. જેના કારણે વીજ સંકટ વધુ ઘેરું બનવાનો જાેખમ વધી ગયો છે.યુપીની વાત કરીએ તો વીજળી સંકટની વચ્ચે પ્રદેશના થર્મલ પાવર સ્ટેશનોની પાસે માત્ર એક ચતુર્થાંશ કોલસો જ બચ્યો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે એપ્રિલના પ્રથમ પખવાડિયામાં આકરી ગરમીને કારણે વીજળીની માંગ વધી ગઈ છે. એપ્રિલ મહિનામાં વાજળીની માગ ૩૮ વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે. રાજ્ય સરકારની માલિકીની યુપી સ્ટેટ ઇલેક્ટ્રિસિટી જનરેશન કોર્પોરેશન પાસે કોલસાના સ્ટોકમાંથી માત્ર ૨૬ ટકા જ બચ્યો છે.
મળતી માહિતી પ્રમાણે યુપીના અનપરા થર્મલ પાવર પ્રોજેક્ટની ક્ષમતા ૨૬૩૦ મોગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની છે. સામાન્ય રૂપે ત્યાં ૧૭ દિવસનો કોલસો સ્ટોક રહે છે. હરદુઆગંજમાં ૧૨૬૫ મેગાવોટ, ઓબરામાં ૧૦૯૪ મેગાવોટ અને પરિછામાં ૧૧૪૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. ધોરણો અનુસાર ૨૬ દિવસ માટે કોલસાનો સ્ટોક હોવો જાેઈએ પણ તેટલો સ્ટોક નથી રહ્યો. અનપરામાં ૫ લાખ ૯૬ હજાર ૭૦૦ ટન કોલસાનો સ્ટોક રહેવો જાેઈએ પરંતુ ત્યાં ૩ લાખ ૨૮ હજાર ૧૦૦ ટન કોલસો જ સ્ટોકમાં છે.હરદુઆગંજમાં પણ ૪ લાખ ૯૭ હજાર ટનના બદલે ૬૫ હજાર ૭૦૦ ટન કોલસો બચ્યો છે. ઓબરામાં ૪ લાખ ૪૫ હજાર ૮૦૦ ટનના બદલે ૧ લાખ ૫૦૦ ટન કોલસોજ સ્ટોકમાં છે. પરિછામાં ૪ લાખ ૩૦ હજાર ૮૦૦ ટનના બદલે ૧૨ હજાર ૯૦૦ ટન કોલસો જ ઉપલબ્ધ છે. બધા થર્મલ પાવર પ્લાન્ટસમાં ૧૯ લાખ ૬૯ હજાર ૮૦૦ ટન કોલસાનો સ્ટોક રહેવો જાેઈએ પરંતુ તે માત્ર ૫ લાખ ૧૧ હજાર ૭૦૦ ટન જ છે.

Related posts

અમદાવાદ એરપોર્ટ પરથી બોમ્બ હોવાનો કોલ મળતા તંત્રમાં દોડધામ

saveragujarat

નવસારીમાં ચીકુ લીલા રહેતા ખેડૂતો સાથે વેપારીઓ ચિંતામાં

saveragujarat

ઊંઝામાં નકલી જીરાની ફેક્ટરીને સીલ કરી દેવાઈ

saveragujarat

Leave a Comment