Savera Gujarat
Other

PSI ની પરીક્ષાનું પરિણામ જાહેર થતા કુલ 4311 ઉમેદવારો ઉતીર્ણ

સવેરા ગુજરાત/ગાંધીનગર તા.૨૭  : ગુજરાત પોલીસ દ્વારા શારીરિક કસોટી બાદ લેવાયેલી PSI ની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી જેના પરિણામની રાહ જોવામાં આવી રહી હતી આખરે તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસ સબ ઇન્સપેક્ટરની કુલ 1382 જગ્યા માટે આ પરીક્ષા લેવામાં આવી હતી. 06/03/2022 ના રોજ પ્રિલિમીનરી પરીક્ષા લેવાઇ હતી. જેમાં 96,269 ઉમેદવારોને કોલ લેટર ઇશ્યુ કરવામાં આવ્યા હતા.

તે પૈકીનાં કુલ 88,880 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા.30/03/2022 ના રોજ તમામ હાજર ઉમેદવારોના ગુણ વેબસાઇટ પર મુકાયા હતા. નિયમાનુસાર રિચેકિંગ માટેની અરજીઓ પણ મંગાવાઇ હતી. જેના પગલે રિચેકિંગ માટે કુલ 187 અરજીઓ મળી હતી. જેના માટે જરૂરી કાર્યવાહી પુર્ણ કર્યા બાદ આજે ફાઇલન પરિણાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કટ ઓફ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. PSI ની પરીક્ષા 2939 પુરૂષ ઉમેદવાર, 1313 મહિલા ઉમેદવાર 59 માજી સૈનિક તેમ કુલ 4311 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલીફાઇ જાહેર થયા છે.

Related posts

મોદી અમદાવાદ દોડી આવ્યા, માતાના તમામ રિપોર્ટ નોર્મલ

saveragujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૩૫ વર્ષના બે બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનથી ૭ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ પથરાયો

saveragujarat

સુરતમાં પરીક્ષા આપવા જતી વિદ્યાર્થીનીનું અકસ્માત માં મોત

saveragujarat

Leave a Comment