Savera Gujarat
Other

અમદાવાદમાં ધોળે દિવસે વેપારી લૂંટાયો

સવેરા ગુજરાત/અમદાવાદ તા.૨૫ : રાજ્યમાં ધીમેધીમે ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં હાર્ડવેરના વેપારીને રોડ પર અકસ્માત કર્યો છે તેવું કહીને બાઇક અને એક્ટિવાચાલકોએ કાર રોકી લાખો રૂપિયા ભરેલી બેગ લૂંટીને રફુચક્કર થઈ ગયા હતા, જેના કારણે વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. આ ઘટના બાદ વેપારીએ તેઓનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વેપારીના હાથે લૂંટારુંઓ પકડાયા નહોતા. અંતે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મૂળ અમદાવાદના નિકોલમાં રહેતાં અને દરિયાપુર નજીક કબીર એન્ટરપ્રાઇઝ નામે હાર્ડવેર ટ્રેડિંગનું કામ કરતા પ્રવિણ પટેલ નામના વેપારી સાથે સમગ્ર લૂંટની ઘટના બની છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સી.જી રોડ ખાતે આવેલી આર.કે એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાંથી માણસા ખાતેથી આવેલું 32.57 લાખનું પેમેન્ટ નીકળતું હતું, જેમાં નવરંગપુરા ખાતે આવેલી મહેન્દ્ર સોમાભાઈ આંગણીયા પેઢી મારફતે 6.17 લાખ જેટલી રોકડ ગાંધીનગર ખાતે રહેતા પોતાના મિત્ર અંકુરને મોકલીને 26.70 લાખ જેટલી રકમ બેંકમાં રાખીને સીજી રોડથી નવરંગપુરા તરફ જઈ રહ્યા હતા. તે વખતે જ હરિઓમ રેસ્ટોરન્ટ પાસે પહોંચતા બાઇક અને એક્ટિવાચાલકો દ્વારા તેઓને અટકાવીને તમે અમારી એકટીવા સાથે ગાડી કેમ અથડાવી તેવું કહીને ઝઘડો કર્યો હતો.આ સમય દરમિયાન મોકોનો ફાયદો ઉઠાવીને લૂંટારુંઓ કારમાં રહેલી રોકડ રકમની બેગ લઈને ભાગ્યા હતા. બાદમાં વેપારીને ખબર પડતા તેમણે પીછો કર્યો હતો. પરંતુ હાથમાં સફળતા હાથ લાગી નહોતી. જોકે લૂંટારાઓ ન મળતા અંતે સમગ્ર ઘટનાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને આસપાસના CCTV ફૂટેજ તપાસતા તેમાં શંકાસ્પદ શખ્સો દેખાયા છે જેને પકડવા નવરંગપુરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સિગ્નલ સ્કુલ પ્રોજેક્ટની ૩૦થી વધુ મોબાઈલ સ્કૂલ બસને કરાવ્યું પ્રસ્થાન

saveragujarat

યાસીન મલિકની સજાના વિરોધમાં કાશ્મીરમાં સમર્થકોનો પોલીસ પર પથ્થરમારો: શ્રીનગર બંધ

saveragujarat

દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી

saveragujarat

Leave a Comment