Savera Gujarat
Other

રામનવમી નિમિત્તે ઠેર ઠેર ભગવાન શ્રી રામશ્રી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૦૯
રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા સમગ્ર ગુજરાતમાં જયશ્રી રામના નારા સાથે નીકળશે. છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોનાની મહામારીને લઇને રામનવમી નિમિત્તે પ્રભુ શ્રી રામની સવારી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે બે વર્ષ બાદ ઠેર ઠેર નીકળનારી પ્રભુશ્રી રામની સવારીને લઇને સમગ્ર ગુજરાત સહિત દેશમાં અનેરો માહોલ જાેવા મળી રહ્યો છે. આજે અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, સુરત, વડોદરા, કચ્છ ભુજ સહિત સમગ્ર ગુજરાતમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ યાત્રાની તડામાર તૈયારીઓ શ્રી રામ સેવા સમિતિ તેમજ બજરંગ દળના આગેવાન કાર્યકરો તેમજ શ્રીરામભક્તો દ્વારા કરવામાં આવી છે. નોંધનીય છે કે, છેલ્લા અનેક દાયકાઓથી દેશમાં પ્રભુશ્રી રામના ભવ્ય મંદિર નિર્માણને લઇને અનેક વિવાદો થયા છે પરંતુ આખરે સુપ્રિમ કોર્ટ દ્વારા ભગવાન રામ મંદિર નિર્માણની અયોધ્યામાં મંજૂરી આવતાંની સાથે જ મંદિર નિર્માણની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં અયોધ્યામાં પૂર્ણરૂપે ભગવાન શ્રી રામ મંદિરનું નિર્માણ થઇ જશે જેને લઇને પણ રામભક્તોમાં અનેરો ઉત્સાહ જાેવા મળે છે. આજે રવિવારે પૂરા સમગ્ર ગુજરાતમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત રાજકોટ, અમરેલી, ભાવનગર, જામનગર સહિતના શહેરોમાં શ્રી રામની શોભાયાત્રા નીકળશે. બે વર્ષના કોરોના કાળ બાદ હવે મહામારી લગભગ દુર જેવી થઇ ગઇ છે, ત્યારે ભકતોમાં રામનવમી ઉજવવા ઉત્સાહ છવાયો છે. યાત્રા સાથે પ્રસાદ, આરતી સહિતના કાર્યક્રમો પણ યોજાયા છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાનશ્રીરામ નોજન્મોત્સવની રામનવમીની ધામધુમ પુર્વક ઉજવણી કરાશે. રવિવારે શ્રી રામ શોભાયાત્રાનું ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજવાનુ આયોજન કર્યું છે.

Related posts

પ્રાચીન સ્વયંભુ ખંડુજી મહાદેવના ભવ્ય મેળાનુ થયું આયોજન-ઉમેદપુર ગામે ખંડુજી મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો યોજાશે મેળો

saveragujarat

ગાંધીનગર સેના મથક ખાતે એક્સ સર્વિસમેનની રેલી યોજાઈ. યુદ્ધ વીરો, વીર નારીઓ, વીર માતાઓનું સન્માન કરાયું

saveragujarat

સેન્સેક્સમાં ૧૨૪, નિફ્ટીમાં ૩૭ પોઈન્ટનો ઘટાડો જાેવા મળ્યો

saveragujarat

Leave a Comment