Savera Gujarat
Other

પ્રાચીન સ્વયંભુ ખંડુજી મહાદેવના ભવ્ય મેળાનુ થયું આયોજન-ઉમેદપુર ગામે ખંડુજી મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો યોજાશે મેળો

સવેરા ગુજરાત/મોડાસા:-  અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં ઉમેદપુર –દધાલીયા ગામે ખંડુજી મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના મેળાનું ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.દર વર્ષે ભાદરવાના બીજા રવિવારે અહીં યોજાતા ભવ્ય લોકમેળાની જેમ મહાશિવરાત્રીનો પણ ભવ્ય મેળો યોજાય છે તેને લઈને ગામ લોકો દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. ખંડુજી મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધારુઓ ઉમટી પડશે.અને હર હર મહાદેવના નાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠશે.

 


કોરોના મહામારી બાદ જન જીવન સામાન્ય થયું છે તેવામાં ખંડુજી મહાદેવના ભકતો દર્શન માટે થનગની રહ્યા હતા.જોકે મહાશિવરાત્રીના દિવસે ભવ્ય મેળો યોજાશે જેમાં ભજન કીર્તન સાથે મહાદેવની ભક્તિમાં ભકતો તલ્લીન થશે અને ભારતીય સંસ્કૃતિની અલગ જાખી પણ જોવા મળશે.ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઉમેદપુર–દધાલીયા ગામે સદીઓથી ભાદરવા મહિનાના દર બીજા રવિવારે ઉમેદપુર દધાલીયા ગામે આવેલ સ્વયંભુ ખંડુજી મહાદેવનો ભવ્ય મેળો ભરાય છે લોકોની માનેલી માનતા પૂરી થતી હોવાથી લોકો મોટી સંખ્યામાં સ્વયંભુ ખંડુજી મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવે છે.
હજારો ભક્તો ભગવાન ભોળા નાથ ના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મેળામાં આવેલા લોકોને કોઈ તકલીફના પડે તે માટે ગામ લોકો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.


 

Related posts

વૈજ્ઞાનિકોએ રેકોર્ડ કર્યો વિશ્વનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ

saveragujarat

સેન્સેક્સમાં ૨૧૩, નિફ્ટીમાં ૪૭ પોઈન્ટનો ઊછાળો નોંધાયો

saveragujarat

આઈટીઆઈ અને પોલિટેકનિકના પાસ આઉટ થયેલા યુવાનો સેનામાં ભરતી થઈ શકશે

saveragujarat

Leave a Comment