Savera Gujarat
Other

ઢોર નિયંત્રણ કાનૂનમાં ફેરવિચારણા કરાશે

સવેરા ગુજરાત/ગાંધીનગર તા.૦૫: ગુજરાતમાં રખડતા ઢોર નિયંત્રણ અંગેના કાયદાના અમલીકરણનો આખરી નિર્ણય આવતી કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા લેવામાં આવે તેવા સ્પષ્ટ સંકેત મળ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં રખડતા ઢોર નિયંત્રણ અંગેના બનાવેલા કાયદા ના અમલીકરણ પહેલા માલધારી સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ કાયદા અન્વયે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ગઈકાલે કાયદાની ફેરવિચારણા અંગેના સંકેત આપ્યા છે.
ત્યારે આવતીકાલે માલધારી સમાજ સાથેની બેઠક બાદ ચિત્ર સ્પષ્ટ થશે. રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ઢોર નિયંત્રણ કાયદાના અમલીકરણ અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા આ કાયદાના અનુસંધાનમાં 600 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. એટલું જ નહીં કાયદાના અમલીકરણ બાબતે ગઈકાલે માલધારી સમાજના અગ્રણીઓ એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી. પરિણામે કોઈને પણ તકલીફ ન થાય તેવો નિર્ણય લેવા માટે સરકાર પુન: વિચારણા કરશે તેવી સ્પષ્ટતા કરી હતી.
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે હજુ આવતીકાલે ફરીથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે માલધારી સમાજની બેઠક મળશે જેમાં પશુપાલકો માલધારીઓ કે અન્ય કોઈને પણ અન્યાય થાય નહિ અને આ કાયદાથી તકલીફ ન થાય તેવું આયોજન નક્કી કરવાનો નિર્ણય મુખ્યમંત્રી ની બેઠક દરમિયાન કરવામાં આવશે અને કાયદામાં રહેલી જોગવાઇઓના આધારે તમામ વર્ગ સાથે ચર્ચા વિચારણાના અંતે રાજ્યની જનતાને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરવા સરકાર કટિબદ્ધ છે. અને આવતીકાલે સમગ્ર ચિત્ર ક્લિયર થવાના સ્પષ્ટ સંકેત સરકારના પ્રવક્તા જીતુભાઇ વાઘાણીએ આપ્યા છે.

Related posts

ટ્‌વીટરનું વેલ્યુશન ૫૦ ટકા ઘટીને માત્ર ૨૦ અબજ ડૉલર

saveragujarat

અમદાવાદમાં મોડી રાતથી મેઘરાજાનું આગમન,અત્યાર સુધીમાં ૫ ઇંચ વરસ્યો

saveragujarat

તો તો મહાભારત સર્જાયું ન હોત!!!

saveragujarat

Leave a Comment