Savera Gujarat
Other

શિવસેનાના નેતા સંજય રાઉત વિરુદ્ધ મોટી ઈડીની કાર્યવાહી

સવેરા ગુજરાત/નવી દિલ્હી તા.૦૫ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે શિવસેના સાંસદ સંજય રાઉત પર મોટી કાર્યવાહી કરતા તેના ફ્લેટ અને પ્લોટને અટેચ કર્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કહ્યું કે, તેણે 1034 કરોડ રૂપિયાના પાત્રા ચોલ ભૂમિ કૌભાંડમાં શિવસેના નેતા સંજય રાઉતની સંપત્તિ અટેચ કરી છે. ઈડીએ 1034 કરોડ રૂપિયાના પાત્રા ચોલ ભૂમિ કૌભાંડના મામલામાં શિવસેના નેતા સંજય રાઉતના અલીબાગ પ્લોટ અને દાદર તથા મુંબઈમાં એક-એક ફ્લેટને અટેચ કર્યો છે.

અહેવાલ પ્રમાણે ઈડીએ 11 કરોડની પ્રોપર્ટી અટેચ કરી છે. તેમાં 9 કરોડની પ્રોપર્ટી પ્રવીણ રાઉતની અને 2 કરોડની પ્રોપર્ટી સંજય રાઉતની પત્નીની છે. ઈડીએ રાઉતની પત્નીની સંપત્તિ પણ અટેચ કરી છે. તેમાં અલીબાગ સ્થિત પ્લોટ અને દાદર સ્થિત ફ્લેટ સામેલ છે.

Related posts

યુએસ જવા નિકળેલા મહેસાણાના બે યુવક કેનેડામાં લાપતા થયા

saveragujarat

દેશમાં એક્સપ્રેસ હાઈવે પર 60 કિલોમીટર સુધી માત્ર એક જ ટોલ પ્લાઝા રખાશે :કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

saveragujarat

આઈસ ફેક્ટરીમાંથી મોડી રાત્રે ગેસ લીક થઈને રહેણાંક વિસ્તારોમાં પ્રસર્યો

saveragujarat

Leave a Comment