Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

યુએસ જવા નિકળેલા મહેસાણાના બે યુવક કેનેડામાં લાપતા થયા

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૩
ગેરકાયદે રીતે અમેરિકા જવા નીકળેલા મહેસાણાના બે યુવકો કેનેડામાં લાપતા બન્યા હોવાની એક ઘટના સામે આવી છે. આ કેસમાં જે યુવકો ગુમ થયા છે તેમના પરિવારજનો તરફથી કશુંય જણાવવામાં નથી આવ્યું, પરંતુ આ વાત ગુજરાત પોલીસ સુધી પહોંચી ચૂકી છે. પોલીસ સૂત્રોનું માનીએ તો, એક મહિના પહેલા ૧૨ વ્યક્તિનું એક ગ્રુપ કેનેડા જવા નીકળ્યું હતું. ત્યાં પહોંચ્યા બાદ આ તમામને બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં એન્ટ્રી કરવાની હતી. જાેકે, તેમાંથી બે વ્યક્તિ કેનેડામાં જ ગુમ થઈ ગયા છે, અને છેલ્લા ૨૦ દિવસથી તેમનો કોઈ અતોપતો નથી. ગુમ થયેલા આ બંને યુવકોની ઉંમર ૨૫ વર્ષની આસપાસ હોવાનું મનાઈ રહ્યું છે. જાેકે, તેમને મોકલનારા એજન્ટ પણ હાલ તો અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. સૂત્રોનું માનીએ તો, આ બંને યુવકોના પરિવારજનો પણ એજન્ટોને શોધી રહ્યા છે, પરંતુ એજન્ટો હાલ તેમની પહોંચની બહાર છે.પોલીસ સૂત્રોનું માનીએ તો, ડિંગુચા કેસ બાદ અમેરિકા જતાં ગુજરાતીઓએ કેનેડાનો રૂટ લેવાનો બંધ કરી દીધો હતો. તેના બદલે લોકો મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને જ અમેરિકા જવાને પ્રાયોરિટી આપવા લાગ્યા હતા. એજન્ટો પણ પોતાના ક્લાયન્ટને આ જ રૂટ પરથી છેલ્લા એકાદ વર્ષથી અમેરિકા મોકલી રહ્યા હતા. જાેકે, ડિસેમ્બર ૨૦૨૨માં ટ્રમ્પ વોલ પરથી પટકાતા કલોલના એક યુવકનું કરૂણ મોત થયું હતું. જ્યારે તેની પત્ની અને ત્રણ વર્ષનો દીકરો ઘાયલ થયા હતા.કલોલના આ યુવકના અંતિમ સંસ્કાર પણ અમેરિકામાં જ થયા હતા, જેમાં તેના પરિવારમાંથી કોઈ સામેલ પણ નહોતું થઈ શક્યું. તેવામાં મેક્સિકો બોર્ડર પર બનેલી આ ઘટના પછી ફરી એકવાર લોકોએ કેનેડાના રૂટ પરથી અમેરિકા જવાનું શરૂ કર્યું હતું, અને એક સમયે કેનેડાને એવોઈડ કરતા એજન્ટો પણ આ રૂટ પરથી પોતાના ક્લાયન્ટને મોકલવા લાગ્યા હતા. તેવામાં હવે બે ગુજરાતી યુવકો કેનેડામાં લાપતા થતાં તેમનું શું થયું તે સવાલનો જવાબ મેળવવા માટે તેમના પરિવારજનો મથી રહ્યા છે.કેનેડાના રૂટથી અમેરિકા જવા નીકળેલા આ બંને ઉત્તર ગુજરાતના યુવકોને સ્ટૂડન્ટ વિઝા પર ત્યાં મોકલવામાં આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે. જે ક્લાયન્ટની ઉંમર ૨૫ વર્ષની આસપાસ હોય તેમના માટે એજન્ટો ફેક દસ્તાવેજાેના આધારે કેનેડાના સ્ટૂડન્ટ વિઝા અરેન્જ કરતા હોય છે. જેના પર એકવાર કેનેડા પહોંચ્યા બાદ આ લોકો જે કોલેજમાં એડમિશન લીધું હોય ત્યાં તો કોઈ દિવસ જતા જ નથી. તેમનો એકમાત્ર ટાર્ગેટ ગમે તેમ કરીને બોર્ડર ક્રોસ કરી અમેરિકા જવાનો હોય છે.કેનેડા પહોંચેલા લોકોને એજન્ટો ૧૫-૨૦ દિવસ બોર્ડરની આસપાસના વિસ્તારોમાં રાખે છે, અને જ્યારે બોર્ડર ક્રોસ કરવાનો યોગ્ય સમય આવે ત્યારે તેમને રવાના કરવામાં આવતા હોય છે. મોટાભાગે ૧૦થી ૧૫ લોકોનું ગ્રુપ બનાવીને એજન્ટો આ લોકોને બોર્ડર ક્રોસ કરાવતા હોય છે. જેમાં મોટાભાગે તો અમુક કિલોમીટરો સુધી ચાલીને જ અમેરિકામાં ઘૂસવાનું હોય છે. અમેરિકામાં પહોંચ્યા બાદ એક નક્કી કરેલી જગ્યાએ એજન્ટના માણસો તેમને પોતાની કસ્ટડીમાં લઈ લે છે, અને ત્યાંથી તેમને અમેરિકામાં જ્યાં જવાનું હોય ત્યાં પહોંચાડી દે છે.ઉત્તર ગુજરાતના જે બે યુવકો અમેરિકા જવાના પ્રયાસમાં કેનેડામાં ગુમ થયા છે તેમના પરિવારજનોએ હજુ સુધી પોલીસનો સંપર્ક નથી કર્યો. જાેકે, પોલીસને તેમની બધી જ માહિતી મળી ચૂકી છે, અને આ યુવકોનું શું થયું તેમજ હાલ તેઓ ક્યાં છે તે જાણવા માટે પણ પોલીસે પોતાના તરફથી કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે આવનારા દિવસોમાં જલ્દી મોટો ખુલાસો થાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.ગુમ થયેલા યુવકોના નામ તેમજ બીજી વિગતો પોલીસ દ્વારા હજુ સુધી જાહેર નથી કરાઈ, પરંતુ આ બંને યુવકો ઉત્તર ગુજરાતના જ હોવાનું કન્ફર્મ થઈ ચૂક્યું છે.
આ લોકોને કયા એજન્ટો દ્વારા મોકલવામાં આવ્યા હતા તે અંગે પણ આગામી દિવસોમાં ખુલાસો થવાની શક્યતા સેવાઈ રહી છે. કેનેડા બોર્ડર ક્રોસ કરવાના પ્રયાસમાં જ ડિંગુચાના જગદીશ પટેલ પોતાના પરિવાર સાથે મોતને ભેટ્યા હતા.અમેરિકાની પોલીસે ગયા વર્ષે જ એક એજન્ટને વોશિંગ્ટનથી પકડ્યો હતો, જે કેનેડા બોર્ડર ક્રોસ કરાવી ગુજરાતીઓને અમેરિકામાં ઘૂસાડતો હતો અને ત્યારબાદ તેમને અમેરિકામાં જ્યાં પણ જવાનું હોય ત્યાં પોતાના નેટવર્કનો ઉપયોગ કરીને પહોંચાડી દેતો હતો. અમેરિકન પોલીસના હાથે ઝડપાયેલો આ એજન્ટ હાલ જેલમાં છે, અને કોર્ટ પણ તેને દોષિત ઠેરવી ચૂકી છે. મે ૨૦૨૩ સુધીમાં આ એજન્ટને પણ સજા સંભળાવાય તેવી શક્યતા છે. બીજી તરફ, જગદીશ પટેલના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જે બે એજન્ટોને વોન્ટેડ બતાવ્યા છે તે હાલ પણ કેનેડા કે અમેરિકામાં જ હોવાનું મનાઈ રહ્યું છે.ફેબ્રુઆરી ૨૦૨૩માં ડિંગુચા કેસમાં જ કેનેડાની પોલીસ ગુજરાત પણ આવી હતી, અને તેણે ગુજરાત પોલીસને કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી હતી. જે બે એજન્ટો હાલ વોન્ટેડ છે તેમને પણ ગુજરાત લાવવા માટે કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. ૨૦૨૨માં અમેરિકા પહોંચવાના પ્રયાસમાં કુલ પાંચ ગુજરાતીઓના મોત થયા હોવા છતાંય લોકો હજુ પણ જીવનું જાેખમ લઈને ત્યાં જઈ રહ્યા છે. પોલીસે એજન્ટોના નેટવર્ક પર તવાઈ બોલાવી હોવા છતાંય આ ગેરકાયદે ધંધો હજુ પણ એ જ રફ્તારમાં ચાલી રહ્યો છે.અમેરિકા જવાના પ્રયાસમાં જાે કોઈ વ્યક્તિનું મોત થાય કે પછી તે ગુમ થઈ જાય તો તેની ભાળ મેળવવાની તમામ જવાબદારી એજન્ટની જ હોય છે. આ ધંધાના નિયમ અનુસાર, જાે વ્યક્તિ અમેરિકા પહોંચવાના પ્રયાસમાં જીવ ગુમાવે તો તેને જેટલા રૂપિયામાં ત્યાં લઈ જવાનું નક્કી થયું હોય તેટલા રૂપિયા એજન્ટો તેની ફેમિલીને ચૂકવી દેતા હોય છે. આવા મોટાભાગના કેસોમાં મૃતકના પરિવારજનો પોલીસ પાસે નથી જતા હોતા.જગદીશ પટેલના કેસમાં પણ એવું જ થયું હતું, જ્યારે કલોલના યુવકના કેસમાં તો તેના પરિવારજનોએ એવું કહી દીધું હતું કે તે અમેરિકા ગયો છે તેની તેમને કોઈ જાણ જ નહોતી. હવે જ્યારે કેનેડામાં ગુજરાતના બે યુવકો ગુમ થયા છે ત્યારે તેમના પરિવારજનો તેમજ એજન્ટોની હિલચાલ પર હાલ પોલીસ બાજ નજર રાખી રહી છે. હાલ તો તેમના પરિવારજનોને પણ તેઓ સલામત હશે કે કેમ તે વાતની સતત ચિંતા થઈ રહી છે.

Related posts

નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર બનશે વડાપ્રધાન ઃ શાહ

saveragujarat

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૯૦ કેસ નોંધાયા

saveragujarat

રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાની ઉપસ્થિતિમાં સાયબર સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા કાર્યક્રમ યોજાયો

saveragujarat

Leave a Comment