Savera Gujarat
Other

અમદાવાદના ઝોન-પાંચમાંથી ઝડપાયેલા ૧.૬૭ લાખના દારૂ ઉપર બુલડોઝર ફેરવ્યું

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૩૧
અમદાવાદ શહેરના ઝોન પ માં આવેલા વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ દ્વારા પ્રોહિબિશન અંતર્ગત વિવિધ ગુનામાં ૮૨૦ કેસો દાખલ કરી ૧.૬૭ લાખનો પરપ્રાંતિય દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જે જથ્થો કોર્ટના આદેશ મુજબ રામોલ વિસ્તારની હદમાં પોલીસની રાહબરી હેઠળ બુલડોઝર દ્વારા નાશ કરવામાં આવ્યોં હતો. અમદાવાદ શહેરના ઝોન પાંચ વિસ્તારની હદમાં આવતાં ૮ પોલીસ સ્ટેશનમાં ઝડપી પાડવામાં આવેલો વિદેશી દારૂના જથ્થાનો રામોલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં કામધેનુ મેદાન પાસે નિકાલ કરવામાં આવ્યું હતું. શહેરના ઝોન પાંચ વિસ્તારમાં પોલીસ દ્વારા અલગ અલગ સમયે પરપ્રાંતિય દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને પ્રોહિબિશન એક્ટ અંતર્ગત વિવિધ ૮૨૦ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂ સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યોં હતો. ત્યારે કોર્ટના આદેશ અનુસાર ઝોન ૫માં આવેલી વિવિધ ૮ પોલીસ સ્ટેશનના ઝડપાયેલા દારૂના જથ્થાને નાશ કરવાનું સૂચવવામાં આવ્યો હતો. વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલ તેમજ બિયરની ટીન અને બોટલો સહિત કુલ રૂા. ૧.૬૭ કરોડનો જથ્થો પોલીસે ઝડપી પાડવામાં આવ્યો હતો. જે જથ્થો મામલતદાર તેમજ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

Related posts

2008 Ahmedabad Blast Verdict ગણતરીની ક્ષણોમા આવશે ચુકાદો,કોર્ટ બહાર કડક બંદોબસ્ત ગોઠવાયો.

saveragujarat

૨૦૦૨માં ગુજરાત સરકારને બદનામ કરવાના ષડયંત્ર માટે અહેમદ પટેલ પાસેથી તિસ્તા શેતલવાડે ૩૦ લાખ લીધા હોવાનો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો ખુલાસો

saveragujarat

ભારત-પાકિસ્તાન બોર્ડર પર ૩૧ કિલો હેરોઈન જપ્ત

saveragujarat

Leave a Comment