Savera Gujarat
Other

2008 Ahmedabad Blast Verdict ગણતરીની ક્ષણોમા આવશે ચુકાદો,કોર્ટ બહાર કડક બંદોબસ્ત ગોઠવાયો.

સવેરા ગુજરાત/અમદાવાદ :26 જુલાઈ 2008ને શનિવારના દિવસે સાંજના 6.30થી 8.10 કલાક દરમિયાન સમગ્ર અમદાવાદ બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતુ. શહેરમાં એક બાદ એક 70 મિનીટમાં 20 સ્થળોએ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતું અમદાવાદ. આ ઘટનામાં તે સમયે 56 લોકોનાં મૃત્યુ અને 240 લોકોને ઈજા થઈ હતી. ત્યારે સ્પેશિયલ કોર્ટ આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો ચુકાદો આખરે થોડીવારમાં આવી જશે.

પહેલો ચુકાદો સ્પેશિયલ કોર્ટ વર્ચ્યુઅલ 
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં સૌ પ્રથમવાર સ્પેશિયલ કોર્ટ વર્ચ્યુઅલ ચુકાદો આપશે. ચુકાદાને પગલે કોર્ટની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પહેલીવાર ચુકાદા સમયે અન્ય વકીલો, પક્ષકારોને કોર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. બ્લાસ્ટ કેસ ચુકાદાને પગલે અન્ય વકીલોને કોર્ટ રૂમથી દૂર રખાયા છે. અમદાવાદની ખાસ કોર્ટના જજ એ.આર. પટેલસાહેબ ચુકાદો સંભળાવશે. બ્લાસ્ટ કેસમાં આરોપીઓને અમદાવાદ ગયા, મધ્યપ્રદેશ, જયપુર, બેંગ્લોર, કેરાલા, દિલ્હી, મુંબઈની જેલમાંથી આરોપીઓને વીડિયો કોન્ફરન્સિંગથી હાજર રાખવામાં આવશે. સુનાવણીના કારણે કોર્ટના ગેટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. કોર્ટ સંકુલમાં એક ડીસીપી, બે એસીપી, 6 પીઆઈ સહિતનો સ્ટાફ હાજર છે..હાલ કોર્ટમાં માત્ર કેસ સાથે જોડાયેલા વકીલોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.

Related posts

સરકાર, સમાજ, સેવાભાવી સંસ્થા અને મીડિયાના સહકારથી સમાજમાં અંગદાનની જાગૃકતા પ્રવર્તી છે – સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જાેષી

saveragujarat

ટ્વિટરે બ્લુ સર્વિસનાં રીલોન્ચ ઉપર બ્રેક મુકી

saveragujarat

શ્રી મુક્તજીવન સ્વામીબાપા પ્રાથમિક શાળા, મોખાસણનું લોકાર્પણ કરતા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ

saveragujarat

Leave a Comment