Savera Gujarat
Other

ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલની ડિજીટલ પહેલ

સવેરા ગુજરાત/અમદાવાદ તા.૩૧: સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત ડિજીટલ પહેલ હાથ ધરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને પેમેન્ટ માટે ઓનલાઇન પેમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે.
વધુ વિગતો આપતા સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને પેમેન્ટ , ચૂકવણા કરવામાં સરળતા રહે તે માટે ઓનલાઇન પેમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલમાં હવેથી યુઝર ચાર્જ રોકડાની સાથે ક્રેડિટ, ડેબિટ કાર્ડ સ્વાઇપ કરીને તેમજ વિવિધ ઓનલાઇન એપ્લીકેશન અને પ્લેટફોર્મના માધ્યમથી અને QR કોડ સ્કેન કરીને પણ નાણાં સ્વીકારવામાં આવશે.આ સેવાથી સારવાર અર્થે આવતા દર્દીઓ અને તેમના સગા કે જેઓને સી.ટી.સ્કેન, એમ.આર.આઇ, સોનોગ્રાફી, એક્ક્ષ-રે, સ્પેશિયલ રૂમ, હેલ્થ પરમીટ જેવા રીપોર્ટ અને સેવાઓમાં ભરવામાં આવતા નાણા ઓનલાઇન મારફતે ચૂકવણા કરી શકાશે.વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના ડિજીટલ ઇન્ડિયા અભિયાનને વેગ મળે , દર્દીઓ અને તેમના સગાઓ માટે સેવાઓ વધુ સરળ બને તે માટે આ પહેલ હાથ ધરવામાં આવી હોવાનું સુપ્રીટેન્ડન્ટ ડ઼ૉ. રાકેશ જોષીએ ઉમેર્યુ હતુ.તદ્ઉપરાંત સિવિલ હોસ્પિટલ દ્વારા તાજેતરમાં જ દર્દીઓના સગા અને તબીબો વચ્ચેનું કોમ્યુનીકેશન સરળ બનાવવા અને બંનેના રેફરન્સ માટે ન્યુક્લીઓન નેટ નામનું વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. જેની મદદથી સિવિલ હોસ્પિટલના તમામ વિભાગોના રેફરન્સ અને કોમ્યુનીકેશન થકી માર્ગદર્શનમાં સરળતા રહેશે.
ન્યુક્લીઓન નેટ વેબ પોર્ટલ દ્વારા દર્દી અને તેમના સગાને હોસ્પિટલમાં કોઇપણ છેડે થી દાખલ દર્દીને વોર્ડમાંથી સમગ્ર વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ બનશે.

Related posts

ગુજરાતમાં દિવાળી પહેલા ચૂંટણીની તારીખોનું થઈ શકે છે એલાન

saveragujarat

કોઇપણ મહિલા જીવનમાં એક જ વાર સેરોગેટ મધર બની શકશે

saveragujarat

રાજ્યસભાની ૧૬ બેઠકો માટે ક્રોસ વોટિંગના ડર વચ્ચે મતદાન

saveragujarat

Leave a Comment