Savera Gujarat
Other

ગુજરાતમાં દિવાળી પહેલા ચૂંટણીની તારીખોનું થઈ શકે છે એલાન

ગાંધીનગર,તા.૬
ગુજરાતમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે દિવાળી પહેલા રાજ્યમાં ચૂંટણીની તારીખની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. સૂત્રથી મળતી વિગત પ્રમાણે ૧૫ ઓક્ટોબરની આસપાસ ચૂંટણી તારીખ જાહેર થઇ શકે છે.નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરુઆતમાં મતદાન થશે જ્યારે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પરિણામ આવી શકે છે. મહત્વનું છે કે ગત ટર્મનાં ૨૫ ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હતી. આ વખતે દિવાળી પણ અગાઉના વર્ષ કરતાં વહેલી છે. જેને લઈ રાજકિય પંડિતો અનુમાન લગાવી રહ્યા છે કે ચૂંટણીની જાહેરાત દિવાળી પહેલા જ થઈ જશે. આ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણી મુદ્દે સંકેત આપી દીધા છે અને પંચ હાલ તમામ તૈયારીઓમાં જાેતરાઈ ગયું છે. ચૂંટણીના આયોજનના ભાગરૂપે ચૂંટણીપંચે તૈયારીઑ તેજ કરી દીધી છે. બંને રાજ્યોના પ્રવાસ પણ ચૂંટણી પંચની ટીમો કરી ચૂકી છે. આયોગ હવે ચૂંટણી કાર્યક્રમને આખરી ઓપ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે બંને રાજ્યોમાં અનુકૂળ વાતાવરણ, શાળાની પરીક્ષાઓ, સ્થાનિક તહેવારો, ખેતી અને અન્ય આયોજનો પણ ચૂંટણીપંચે ધ્યાને લીધા છે. જેથી ચૂંટણી કાર્યક્રમો મતદારો અને મતદાનમાં ઉપયોગમાં લેવામાં આવનારી સરકારી મશીનોમાં કોઈ પણ ખામી ન સર્જાયમહત્વનું છે કે ૨૭ સપ્ટેમ્બરના રોજ ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે ચૂંટણી પંચની તૈયારીઓની માહિતી આપતા કહ્યું કે આ વખતે અમે દિવ્યાંગ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નવા મતદાતાઓ પર નજર કેન્દ્રિત કરી રહ્યા છીએ. ગુજરાતના મતદાતાઓને મતદાન કરવાની અપીલ પણ કરી હતી. અને જણાવ્યું હતું કે ગુજરાતમાં દર ૧૦૦૦ પુરુષોની તુલનામાં ૯૩૪ મહિલાઓ છે. ગુજરાતમાં ૧૧,૮૦૦ મતદાતાઓ ૧૦૦ વર્ષની ઉંમર ધરાવે છે. ૧૦, ઓકટોબર, ૨૦૨૨ના રોજ મતદાતાઓની ફાઇનલ લિસ્ટ જાહેર કરવામાં આવશે. ૧૦૦ વર્ષની વય ધરાવતા મતદાતાઓનું સન્માન કરવાની કલેક્ટરોને સૂચના અપાઈ છે. પારદર્શિતા જળવાઈ રહે તે માટે ઓછામાં ઓછા ૫૦% બૂથ પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે.વધુમાં ઉમેર્યું કે ગુજરાતમાં ૫૧,૭૮૨ બૂથ પર થશે મતદાન થશે. દરેક વિધાનસભા ક્ષેત્રમાં ઓછામાં ઓછા ૭ બૂથ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા જ સંચાલિત હશે. તમામ બૂથ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે, પીવાનું પાણી-શૌચાલયની વ્યવસ્થા હશે તથા દિવ્યાંગજનો માટે પણ સુવિધા કરાશે. આ વખતે ઉમેદવાર તરીકે નામાંકન બાદ ત્રણ વખત ભૂતકાળ અપરાધિક ઉમેદવારોની સમાચાર પત્રોમાં જાહેરાત અપાશે. એફિડેવિટ ઓનલાઈન મુકવામા આવશે. ઉમેદવારની જાણકારી માટે ખાસ એપ્લિકેશન પણ બનાવાઇ છે. દ્ભરૂઝ્ર કરેલી વિગતો યોર કેંડિડેટ એપ પર જાણી શકાશે. રાજકીય પક્ષોઓ ક્રિમિનલ ઉમેદવારો અંગે માહિતી આપવી પડશે. તેમજ ચૂંટણીપંચે પક્ષોને ટકોર કરતાં કહ્યું હતું કે શા માટે કોઈ બેઠક પર ક્રિમિનલને ટીકીટ આપવામાં આવી રહી છે.

Related posts

કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ એપ્રિલના અંતમાં શરુ થવાની સંભાવના

saveragujarat

દેશમાં ડીકાર્બનાઇઝેશન માટે રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી

saveragujarat

યુક્રેનમા ફસાયેલા ભારતીય વિધ્યાર્થીઓના રેસ્ક્યુ પર ભારત સરકારનો સફળ પ્રયાસ‌-ગુજરાતી પરીવારોમા ખુશીનો માહોલ

saveragujarat

Leave a Comment