Savera Gujarat
Other

નર્મદા મુદ્દે વિધાનસભામાં અંતિમ દિવસે વિપક્ષનો હોબાળો

સવેરા/ગુજરાત/ગાંધીનગર તા. 31:ગુજરાતમાં આજે વિધાનસભાના બજેટ સત્રમાં અંતિમ દિને સરદાર સરોવર ડેમ મુદે ફરી એક વખત કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ક્રેડીટ લેવાના મુદે જબરી ધમાલ ગૃહમાં મચી ગઇ હતી. ડેમના નિર્માણમાં તે સમયના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ અનેક વિઘ્નો ઉભા કર્યા હતા તેવા નિતીન પટેલના વિધાનોથી કોંગ્રેસના સભ્યોએ જબરી ધમાલ મચાવી દીધી હતી અને સુત્રોચ્ચાર કર્યા બાદ કોંગ્રેસના કેટલાક સભ્યો નીતિનભાઈ પાસે પહોંચીને તેમને ઘેરી લીધા હતા અને શ્રી પટેલને સુરક્ષીત રાખવા ગૃહમાં સાર્જન્ટ દોડી આવ્યા હતા પણ નીતિનભાઈએ હું મારી ફોડી લઇશ, મારે કોઇ સુરક્ષાની જરુર નથી તેમ કહી સાર્જન્ટને પરત કર્યા હતા પરંતુ નીતિનભાઈ સાથે કશું અજુગતુ ન બને તે માટે કોંગ્રેસના બે સિનિયર ધારાસભ્યો પરેશ ધાનાણી અને પ્રકાશ દૂધાતે કરી હતી અને તેઓ કોંગેસના સભ્યોને વધુ આક્રમક ન બનવા કહી વાળી લીધા હતા. બીજી તરફ અધ્યક્ષે પરિસ્થિતિ બગડે નહીં તે માટે ગૃહને મુલત્વી રાખી દીધુ હતું.નર્મદા ની કલ્પના સરદાર પટેલ ની હતી જવાહરલાલ નહેરુ ની ન હતી એટલુંજ નહિ નર્મદા યોજના આગળ ના વધે એ માટે નું કામ જવાહર લાલ નેહરુ એ કર્યું હતું નર્મદા ની સંપૂર્ણ કલ્પના સાકર થઈ એની ક્રેડિટ માત્ર સરદાર પટેલ ને જાય છે. બીજા કોઈ ની નહિ તેવું નિવેદન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરતા ગૃહમાં જોરદાર હંગામો થયો હતો.દરમ્યાન કોંગ્રેસના દંડક ડો. સી.જે.ચાવડાએ ભારે હંગામા વચ્ચે નિવેદન આપ્યું કે સરદાર પટેલ પણ વર્ષો સુધી કોંગ્રેસના હતા એટલે એ અમારી જ કલ્પના હતી. તમે તમારી જાતને સાથે લાવવાની કોશિશ કરશો નહીં ગુજરાતી પ્રજા બધું જાણે છે. એવું નિવેદન કરતા ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો પોતાની જગ્યા ઉપર ઊભા થઈને પ્રબળ વિરોધ કર્યો હતો . ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાથી ચાલતા બજેટસત્રના આજે અંતિમ દિવસે બંને પક્ષ વચ્ચેનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો જોકે વાતાવરણ ઉગ્ર બનતા વિધાનસભા અધ્યક્ષ 15 મિનિટ સુધી ગૃહ મુલતવી રાખવાની ફરજ પડી હતી.ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કલ્પસર યોજના અને નર્મદા યોજના અંગે સત્તાપક્ષ અને વિપક્ષ આક્રમક અંદાજમાં આમને સાંમને આવતાં ગૃહનું વતાવરણ ઉગ્ર બન્યું હતું..છેલ્લી ઘડીએ બંને પક્ષે ચાલેલી શાબ્દિક ધડબડાટી માં કોંગ્રેસના ધારાસભ્યો આક્રમક બન્યા હતા અને નીતિન પટેલ ની માફી માગવાની જીદ કરી હતી.ગૃહની વાતાવરણ તંગ બનતા ગ્રુહમાં સુરક્ષા કર્મચારીઓ નીતિન પટેલ ના રક્ષણ માટે આવ્યા હતા ત્યારે નીતિનીભાઈએ કહ્યું કે મને તમારા રક્ષણની જરૂર નથી હું પહોંચી શકું તેમ છું . તેમ કહી ગૃહમાં કહ્યું હતું કે કોંગ્રેસ સરદાર પટેલ નું અવમૂલ્ય કરે છે એટલું જ નહીં નર્મદા યોજના માટે જવાહરલાલ નહેરુએ મંજૂરી ન આપી તે ન જ આપી આ તો અમારા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈએ નર્મદાના દરવાજા ની મંજૂરી આપી અને યોજના સાકાર થઈ એમ કહેતા વિધાનસભામાં હંગામો થયો હતો.આ દરમિયાન કોંગ્રેસના નૌશાદ સોલંકી અને ગ્યાસુદ્દીન શેખ વેલમાં ધસી આવી નીતિન પટેલ સામે આક્રમક વિરોધ વ્યક્ત કર્યો હતો આ દરમિયાન બંને પક્ષના ધારાસભ્યો જગયા ઉપર ઊભા થઈને વિધાનસભામાં જોરદાર હંગામો કરતા સૌપ્રથમ વખત સારજન્ટોની ફોજ વિધાનસભામાં ઉતરી હતી.તો બીજી તરફ નીતીનભાઇ પટેલ ની બેઠક આસપાસ કોંગ્રેસના ધારાસભ્યો ધસી જતા માફી માગો ના નારા લગાવતા હતા તે દરમિયાન કોંગ્રેસના પ્રતાપ દુધાત અને પરેશ ધાનાણીએ તેમના સભ્યોને બે હાથ જોડીને પોતાની જગ્યા ઉપર બેસવા અપીલ કરી હતી અને નીતીનભાઇ પટેલ સાથે કંઈક અજુગતું ન બને તે માટે આ બંને ધારાસભ્યો સતર્ક રહ્યા હતા જોકે ભારે હંગામાની વચ્ચે વિધાનસભા અધ્યક્ષ ગૃહ 15 મિનિટ મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.

Related posts

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે બહેચરાજી રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ

saveragujarat

એક્ટિવ સિસ્ટમ ન હોવાથી ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની આગાહી નથી

saveragujarat

કાલથી માધવપુર ઘેડના પાંચ દિ’ના રાષ્ટ્રીય કક્ષાના મેળાનો રાષ્ટ્રપતિના હસ્તે થશે પ્રારંભ

saveragujarat

Leave a Comment