Savera Gujarat
Other

રાજયના મહાનગર સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યાનો અંત લાવવા અંતે કાનૂન બનાવતી રાજય સરકાર

સવેરા ગુજરાત/ગાંધીનગર  તા.31:ગુજરાતમાં મહાનગર સહિતના વિસ્તારોમાં જે રીતે રખડતા ઢોરોનો અને ખુંટીયાઓનો ત્રાસ છે તથા ટ્રાફીકમાં પણ પ્રશ્ર્ન સર્જે છે તેનો કાયમી ઉકેલ લાવવા રાજય સરકાર દ્વારા આજે વિધાનસભામાં ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ અધિનિયમ 2022 રજુ કર્યો છે અને તેમાં રાજયમાં હવે સરકાર જે ઢોરની વ્યાખ્યામાં પશુઓને સમાવે તેના માટે આ નવો કાયદો લાગુ થઈ જશે અને આ ઢોર રાખવા માટે વ્યક્તિએ લાયસન્સ લેવું જરૂરી બનશે અને તે માટે સરકાર દ્વારા લાયસન્સ અધિકારી સહિતની નિયુક્તિ કરવામાં આવશે અને તે સમયાંતરે લાયસન્સ રિન્યુ કરવાનું રહેશે.રાજયમાં લાંબા સમયથી રખડતા ઢોરની સમસ્યા છે. માલધારીઓ દુધાળા પશુઓને પણ દિવસ અને રાત દરમ્યાન છુટા મુકી દે છે જેના કારણે માર્ગમાં લોકો આ ઢોરના હુમલાનો શિકાર બને છે. એટલું જ નહી માર્ગ પર ઢોરો વચ્ચેની લડાઈમાં રાહદારીઓ અને વાહનચાલકો અથડાઈને મૃત્યુ પામ્યાના દાખલા છે જેથી સરકારે હવે આ કાયદો લાવવાની આવશ્યકતા સમજી છે.રાજય સરકાર દ્વારા આ માટે ઈન્સ્પેકટર દ્વારા ઢોરની રાખવાની જગ્યા, સંખ્યા, તેના માટે પાણી વગેરેની વ્યવસ્થા અને ઢોરના ડ્રાય પીરીયડ અને ગર્ભાવસ્થા દરમ્યાનના સમયગાળા વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લાયસન્સમાં જેટલા ઢોરની સંખ્યા બતાવાઈ છે તેટલા જ ઢોર રાખવાની મંજુરી મળશે. વધારાના ઢોર વેંચી નાંખવાની ફરજ પાડવામાં આવશે. ઉપરાંત ઢોરના ખરીદ વેચાણમાં 30 દિવસમાં તેની નોંધ કરાવવી જરૂરી રહેશે.કોઈપણ વ્યક્તિ પુર્વ મંજુરી વગર ઢોરની હેરફેર કરી શકશે નહી અને જે હેરફેર થાય તે વાહનમાં જ કરવામાં આવશે. શહેરી વિસ્તારોમાં ઢોર લાવવાની મંજુરી મળશે નહી. જે નવા વિસ્તારો શહેરોમાં ભળશે ત્યાં 12 મહિના સુધી આ કાનૂન લાગુ થશે નહી. રાજય સરકાર દ્વારા જાહેરનામાથી કોઈપણ વિસ્તારને પ્રતિબંધીત જાહેર કરી શકશે અને ત્યાં તે વિસ્તારમાં ઢોરને પ્રવેશ કરાવી શકાશે નહી. નહીતર આ ઢોર જપ્ત કરવાની પણ સતા રાજય સરકારને રહેશે.સરકારે નિશ્ચિત કરેલા વિસ્તારમાં જ ઘાસ વગેરે વેચાણ કરી શકશે. ઢોરના મૃત્યુ સમયે તેના નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવશે. બીજી તરફ પ્રતિબંધીત વિસ્તાર તરીકે જાહેર થયેલા વિસ્તારમાં કોઈ ઢોર રાખશે તો તેને એક વર્ષ સુધીની જેલ સજા અને રૂા.5000 થી ઓછો સુધીનો દંડ કરી શકાશે.સરકારી ઓથોરીટી દ્વારા પકડાતા ઢોર છોડાઈ જવાના સંજોગોમાં પણ એક વર્ષની સજાની જોગવાઈ છે અને રીઢા ગુનેગાર કે જે વારંવાર આ પ્રકારની પ્રવૃતિ કરતા હોય તેને બે વર્ષ સુધીની જેલ સજા અને 5 લાખ સુધીનો દંડ થઈ શકશે.ઢોર પકડતી પાર્ટી કે તેના પર દેખરેખ રાખનાર અધિકૃત અધિકારી કે કર્મચારી પર હુમલાની ઘટનામાં ત્રણ માસ સુધીની જેલસજા અને દંડ કરવામાં આવશે અને રીઢા ગુનેગાર માટે વધુ આકરી સજા નિશ્ચિત થશે. લાયસન્સ ધરાવતા ઢોર જો પ્રતિબંધીત વિસ્તારમાં ઝડપાઈ તો પ્રથમ વખત રૂા.5 હજાર, બીજી વખત રૂા.10 હજાર અને ત્રીજી વખત રૂા.15 હજારનો દંડ તથા ફોજદારી કેસ નોંધાશે અને સાત દિવસની અંદર જો ઢોરનો કબ્જો ન લે તો તે સરકારી સ્થાનમાં ખસેડી લેવાશે અને ઢોર રાખવાનું લાયસન્સ રદ થશે. ટેગ વગરના એટલે કે લાયસન્સ વગરના ઢોર રાખી શકાશે નહી.જો આ પ્રકારના ઢોર પકડાશે તો ઢોર દીઠ 2 હજારનો દંડ લેવાશે અને લાયસન્સની અરજી કરવાની રહેશે. જેમાં ચૂક થયે ઢોર જપ્ત થશે અને માલિક સામે એક વર્ષ સુધીની જેલસજા સહિતના નિયમો અમલમાં રહેશે.

Related posts

પંજાબના ગેંગસ્ટર સુખા દુનેકની કેનેડામાં હત્યા કરવામાં આવી

saveragujarat

તૂર્કીમાં ભૂકંપના આંચકાથી ૧૩૦૦થી વધુનાં મોત,હજારથી વધારે ઘાયલ

saveragujarat

યોગ્ય સલાહ મળી હોત તો ૩૦ વર્ષની વયે ઘણું મેળવી લીધું હોત ઃ બિલ ગેટ્‌સ

saveragujarat

Leave a Comment