Savera Gujarat
Other

ભાવ વધારાનો એરું હવે ટોલટેક્સને પણ આભડ્યોં – ટોલટેક્સમાં ૧૦ ટકાનો વધારો કરાયો

રાજકોટ, તા.31
પેટ્રોલ-ડીઝલ-સીએનજીના ભાવ આસમાનને આંબી જવા માટે દરરોજ મથી રહ્યા છે જેના કારણે વાહનચાલકોની માઠી બેસી ગઈ છે. કેમ પણ કરીને ઈંધણના ભાવ કાબૂમાં આવી રહ્યા ન હોવાથી મોંઘવારી મોઢું ફાડી રહી છે. ઈંધણ મોંઘુ થાય એટલે તેની સીધી જ અસર જીવનજરૂરી વસ્તુઓ પર થઈ રહી હોવાથી લોકો અત્યારે મોંઘવારીની ચક્કીમાં પીસાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે હવે વાહનચાલકોએ ઈંધણની સાથે ટોલનાકે પણ ખંખેરાઈ જવા માટે તૈયાર રહેવું પડશે.નેશનલ હાઈ-વે ઓથોરિટી ઑફ ઈન્ડિયા દ્વારા દરરોજ જ્યાંથી હજારો વાહનોની અવર-જવર થાય છે તેવા ડુમીયાણી, ભરુડી, બામણબોર, વનાણા સહિત રાજ્યભરના ટોલનાકા પર ટોલટેક્સમાં સરેરાશ 10%નો વધારો કરી નાખવામાં આવતાં લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.જાણવા મળતી વિગતો પ્રમાણે હવેથી ડુમીયાણી ડોલ પ્લાઝા પરથી પસાર થનારી કારે એક વખત પસાર થવા માટે રૂા.110, લાઈટ કોમર્શિયલ વાહને રૂા.180, ટ્રક-બસ (2 એક્સેલે) રૂા.375, 3 એક્સેલ કોમશિર્યલ વાહને રૂા.405, કન્સ્ટ્રક્શન મશીનરી, અર્થ મૂવીંગ અથવા મલ્ટી એક્સેલ (4થી 6 એક્સેલ)એ રૂા.585 અને ઓવરસાઈઝ વાહન (7થી વધુ એક્સેલ)એ રૂા.715 ચૂકવવા પડશે.આવી જ રીતે વનાણા ટોલપ્લાઝા પરથી પસાર થનારી કારે એક વખત પસાર થવાના રૂા.75, લાઈટ કોમર્શિયલ વાહને રૂા.120, ટ્રક-બસે રૂા.250, 3 એક્સેલ કોમશિર્યલ વાહને રૂા.275, કન્સ્ટ્રક્શન મશીનરી અથવા અર્થ મૂવિંગ તેમજ મલ્ટીએક્સેલ (4થી 6 એક્સેલ)એ રૂા.395 અને ઓવરસાઈઝ વાહને રૂા.480 ચૂકવવા પડશે.જ્યારે બામણબોર (વઘાસીયા) ટોલ પ્લાઝામાંથી એક વખત પસાર થનારી કારે રૂા.105, લાઈટ કોમર્શિયલ વાહને રૂા.170, ટ્રક-બસ (2 એક્સેલ)એ રૂા.360, 3 એક્સલ કોમર્શિયલ વાહને રૂા.390, કન્સ્ટ્રક્શન મશીનરી, અર્થ મૂવિંગ અથવા મલ્ટીએક્સેલ (4થી 6 એક્સેલ)એ રૂા.565 અને ઓવરસાઈઝ વાહન (7થી વધુ એક્સેલ)એ રૂા.685 ચૂકવવા પડશે.એકંદરે ટોલપ્લાઝા પરથી સરેરાશ 10%નો વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત 24 કલાકની અંદર અવર-જવર કરવાના દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે તો માસિક મુસાફરી પાસમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટોલપ્લાઝા પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થતાં હોય છે ત્યારે હવે વાહનચાલકોએ તેમાં ટેક્સરૂપી વધારાનો ડામ સહન કરવો પડશે.

Related posts

અમદાવાદ એરપોર્ટથી વિમાન યાત્રા મોંઘી પડશે

saveragujarat

સીંગતેલ ડબ્બાના ભાવમાં 125 નો વધારો :ભાવ ૨૭૦૦

saveragujarat

અમદાવાદ પશ્ચિમના સાંસદની અધ્યક્ષતામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિકાસ માટે રાષ્ટ્રીય સ્તરે સંગઠનની રચના કરવામાં આવશે

saveragujarat

Leave a Comment