Savera Gujarat
Other

ગાંધીનગરના આંગણે રાજસ્થાન યુવા મંચ અને શ્રી પ્રતાપ સેના ફાગ મહોત્સવ ઉજવાયો

રાજસ્થાન સ્થાપના દિને રાજકિય અને સામાજિક આગેવાનો ઉપસ્થિતિમાં રંગારંગ કાર્યક્રમ યોજાયો

સવેરા ગુજરાત,ગાંધીનગર તા. ૨૮
રાજસ્થાનના સ્થાપના દિન નિમિત્તે ગુજરાતના પાટનગર ગાંધીનગરના આગણે રાજસ્થાન યુવા મંચ અને શ્રી પ્રતાપ સેનાના ઉપક્રમે ભવાનિસિંહ શેખાવત અને ગિરીવરસિંહ શેખાવતના સંયુક્ત સંચાલન હેઠળ સમગ્ર ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે આવેલા નારાયણી ફાર્મ ખાતે યોજાયેલા આ ફાગ મહોત્સવ કાર્યક્રમમાં રાજકિય તેમજ સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહી રંગારંગ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરી તેમને મહારાણા પ્રતાપની શાન એવી તલવાર અને સાફા ગિફ્ટ સ્વરૂપે આપવામાં આવ્યાં હતા. આ ઉજવણી પ્રસંગે ભોજનની પણ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
જ્યારે આ ફાગ મહોત્સવમાં નામાંકિત કલાકાર એવા ઠરકી છોરા નામથી ખ્યાતિ પામેલા સ્વરૂપ ખાન અને બોલિવુડ કલાકાર શ્રીયા પારીકે પોતાના કોકિલ સ્વરે હાજર

સૌ મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ પ્રસંગે ખાસ શ્રી સતીશ પુનિયા રાજસ્થાન ભાજપ પ્રદેશ અઘ્યક્ષ,  રત્નાકર જી ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી,  પ્રદીપસિંહ વાઘેલા પ્રદેશ મહામંત્રી ભાજપ,  પ્રદીપભાઈ પરમાર સમાજ કલ્યાણ મંત્રી, ગુજરાત સરકાર,  ગોરધનભાઈ ઝડપિયા પૂર્વ ગ્રહમંત્રી,  ધર્મેન્દ્ર શાહ પ્રદેશ ભાજપા સહ કોષાધ્યક્ષ, શ્રી હસમુખભાઈ પટેલ સાંસદ પૂર્વ અમદાવાદ,  જ્યોતિપ્રસાદ ચિરીપાલ,  કિસનદાસ અગ્રવાલ, જી.આર. અલોરિયા પૂર્વ ચીફ સેક્રેટરી ગુજરાત સરકાર,  પી. આર. કાંકરીયા, ગોપિરામ ગુપ્તા, કિશનસિંહ રાજપૂત – જયભવાની વડાપાઉ, મદનસિંહ ચૌહાણ- મારૂતિનંદન હોટલ, એડવોકેટ- સતીષ અગ્રવાલ, ડો. હસમુખ અગ્રવાલ, અન્ય ભાષાભાષી સેલના પ્રદેશ કન્વીનર અતુલ મિશ્રા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. -કાર્યક્રમ સંયોજક ભવાનીસિંહ શેખાવત, ગીરીવરર્સિંહ શેખાવત, કાર્યક્રમનું સંમગ્ર આયોજન કર્યુ હતું .

Related posts

ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણી માટેનું બ્યુગલ ફૂંકાયું,પાંચ રાજ્યોમાં સાત તબક્કામાં મતદાન, ૧૦ માર્ચે મતગણતરી

saveragujarat

વિદ્યાર્થિનીની છેડતી શિક્ષકના જામીન હાઈકોર્ટે નકાર્યા

saveragujarat

જમ્મુ-કાશ્મીરમાં રહેતા બિનકાશ્મીરી લોકો પણ હવે મતદાન કરી શકશે

saveragujarat

Leave a Comment