Savera Gujarat
Other

જમ્મુ-કાશ્મીરમાં રહેતા બિનકાશ્મીરી લોકો પણ હવે મતદાન કરી શકશે

નવી દિલ્લી,તા.૧૮
જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની સંભાવના છે. તેની પહેલાં ચૂંટણી પંચે મોટી જાહેરાત કરી છે. જમ્મુ કાશ્મીરના મુખ્ય ચૂંટણી કમિશનર હ્રદેશ કુમારે કહ્યું કે જે બિન કાશ્મીરી લોકો રાજ્યમાં વસવાટ કરે છે. તે પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવીને મતદાન કરી શકે છે. તેના માટે તેમને સ્થાનિક રહેઠાણ પ્રમાણપત્રની જરૂર નથી. એટલું જ નહીં તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા માટે તહેનાત સુરક્ષા દળના જવાનો પણ પોતાનું નામ મતદાર યાદીમાં સામેલ કરાવી શકે છે. હ્રદેશ કુમારે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં આ વખતે લગભગ ૨૫ લાખ નવા મતદારોનું નામ મતદાર યાદીમાં સામેલ થવાની આશા છે. તેમણે જણાવ્યું કે કર્મચારી, વિદ્યાર્થી, મજૂર અને કોઈપણ બિનકાશ્મીરી લોકો કાશ્મીરમાં વસવાટ કરે છે. તે પોતાનું નામ મતદાર યાદીમાં સામેલ કરાવી શકે છે. તેમણે જણાવ્યું કે મતદાર યાદીમાં નામ સામેલ કરાવવા માટે સ્થાનિક નિવાસ પ્રમાણ પત્રની જરૂર નથી. તે સિવાય જમ્મુ કાશ્મીરમાં તહેનાત સેનાના જવાનો પણ મતદાર યાદીમાં નામ સામેલ કરાવીને મતદાન કરી શકે છે. હ્રદેશ કુમારે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જાે આપતી કલમ ૩૭૦ દૂર કર્યા પછી પહેલીવાર મતદાર યાદીમાં વિશેષ સંશોધન થઈ રહ્યું છે. એવામાં આશા છે કે આ વખતે મોટાપાયે ફેરફાર થશે. એટલું જ નહીં ત્રણ વર્ષમાં મોટી સંખ્યામાં યુવાઓ ૧૮ વર્ષ કે તેનાથી વધારે ઉંમરના થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે ૧૫ સપ્ટેમ્બરથી મતદાર યાદીમાં નામ સામેલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તે ૨૫ ઓક્ટોબર સુધી ચાલશે. જાેકે ૧૦ નવેમ્બર સુધી દાવા અને આપત્તિઓનો ઉકેલ કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં ૧૮ વર્ષથી વધારે ઉંમરના લગભગ ૯૮ લાખ લોકો છે. જ્યારે અંતિમ મતદાર યાદી પ્રમાણે મતદાન કરનારા મતદારોની સંખ્યા ૭૬ લાખ છે.

Related posts

સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ પાલનપુર ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ૧૨ ઇ-વ્હીકલને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

saveragujarat

વિસનગરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” ત્રિ-દિવસીય મહાઝૂંબેશનું આયોજન,વિસનગરના ધારાસભ્ય અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વિવિધ કેન્દ્રો પર ઉપસ્થિત રહેશે

saveragujarat

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મજબૂત સંગઠન બનાવવા માટે આમ આદમી પાર્ટીએ પ્રદેશ કારોબારી બેઠક યોજી

saveragujarat

Leave a Comment