Savera Gujarat
Other

અમદાવાદ ખાતે નાગલઘામ ગ્રુપ દ્વારા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

સવેરા ગુજરાત/અમદાવદ:-  આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. આ યુદ્ધમાં રશિયાએ યુક્રેન દેશ પર આક્રમણ કર્યુ છે. આ યુદ્ધમાં યુક્રેનમાં આપણા દેશના વિદ્યાર્થીઓ ફયાસા હતા ત્યારે ફરી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તમામ વિદ્યાર્થીઓને સહી સલામત ભારત પાછા લાવ્યા છે. યુક્રેનથી પરત આવેલ વિદ્યાર્થીઓ ના હાથમા આપણા દેશનો રાષ્ટ્ર ધ્વજ હતો .દેશના વડાપ્રધાનએ આપણા રાષ્ટ્રધ્વજની તાકાત વધારી છે તેનુ પ્રદર્શન આપ સૌએ જોયુ હશે કે પાકિસ્તાનના વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રધ્વજના શરણે આવ્યા કેમકે ત્યાના સૈનિકો આપણા રાષ્ટ્રધ્વજને માન આપે છે અને તેમના હાથમાં આપણા દેશનો રાષ્ટ્રધ્વજ લઇ પોતાનો જીવ બચાવ્યો.

 

પાટીલ સાહેબે જણાવ્યું કે, આપણા દેશના લોકલાડિલા વડાપ્રધાન આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી સાહેબ આગામી 11 અને 12 માર્ચ ગુજરાતના પ્રવાસે છે .વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ પાંચેય રાજયની ચૂંટણી જીતી ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમનું આપણે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવાનું છે.

અંતમાં સી.આર.પાટીલ સાહેબે વિજયભાઇ સુંવાળા અને તેમની ટીમને ગુજરાતની જનતાની સેવા કરતા રહે તેવી શુભકામના પાઠવી.

આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, અમદાવાદ પુર્વના સાંસદ હસમુખભાઇ પટેલ,ધારાસભ્ય બલરામભાઈ થવાણી, વિજયભાઈ સુવાળા, મનુભાઇ રબારી સહિત ગુજરાતના નામાંકીત કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

૧૬ સેકન્ડ માટે માસ્ક ઉતારતા શખ્સને ૨ લાખનો દંડ થયો

saveragujarat

અરવલ્લી:માલપુરના વાંકાનેડા, વિરણીયા પંથકમાં પાણીના તળ નીચે જતાં ખેડૂતો પાકને બચાવવા બન્યા ચિંતીત.

saveragujarat

મારા મોબાઈલમાં જાસૂસી સોફ્ટવેર પેગાસસ હતુંઃ રાહુલ

saveragujarat

Leave a Comment