Savera Gujarat
Other

રોડ-રેલવે માટે સંપાદન કરાતી ખેડૂતોની મહામૂલી જમીનોના યોગ્ય અને સન્માનજનક એવોર્ડ ન મળતા ઉચ્ચ કક્ષાએ રજુઆત

 

અરવલ્લી જિલ્લાના ખેડૂતોની કોઈપણ એક ઉંચા એવોર્ડ આધારે વળતર ચૂકવવા માંગ

સવેરા ગુજરાત/સાબરકાંઠા:-  અરવલ્લી જિલ્લામાં નવા બનતા રોડ, હયાત હાઇવે વિસ્તૃતિકરણ માટે અને નવી રેલવે લાઈન નાખવા માટે સંપાદન કરવામા આવતી ખેડૂતોની વર્ષોજૂની બાપ-દાદા વખતની મહામૂલી જમીનોનું વાજબી,ન્યાયયુક્ત, સન્માનજનક વળતર આપવાના મુદ્દે ખેડૂતોએ ના છૂટકે મુખ્યમંત્રી અને રાજ્યના મહેસુલ મંત્રીને ધા નાખવા છતાં એનો કોઈ જ પ્રતિભાવ નહિ સાપડતા ખેડૂતોને ન છૂટકે આવનારા દિવસોમાં કાનૂની રહે ન્યાય મેળવવા મજબુર થવું પડે એવી કમનસીબ સ્થિતિ નિર્માણ થઈ છે. આ કોઈ એક તાલુકો ..ગામ કે કોઈ એક જિલ્લાની સમસ્યા નથી,રાજ્ય અને કેન્દ્ર દ્વારા સ્ટેટ હાઇવે,રાષ્ટ્રીય હાઇવે રોડ કે નવી રેલવે બને ત્યાં જમીનો સંપાદન કરીને એનું જે તે વિસ્તારની જંત્રીને આધાર ગણી આગે સે ચલી આતી હૈ..ના વર્ષો જુના વળતરના સ્વરૂપમાં વધતી મોંઘવારી અને આસમાનને આંબવા જઈ રહેલા ભાવોને પણ ગાણતરીમાં લેવામાં ન આવતા સાવ પાણીના મુલે જમીનો ગુમાવવાની નોબત આવી હોવાની રજુઆતોનો દોર અસરગ્રસ્ત ખેડૂતો અને સંગઠનો દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મહેસુલ મંત્રી રાજેશભાઇ ત્રિવેદીને પણ આ મુદ્દે લેખિતમાં રજૂઆતો કરતા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ગજાનંદભાઈ પટેલે વળતર પ્રશ્ને જે વસંગતતાઓ અને સાવ ન જેવા વળતરના ધોરણો છે એમાં વહીવટી તંત્ર દ્વારા બાબા આદમના વખતના દરો ને બદલે ખેડૂતોને સન્માનજનક યોગ્ય વળતર મળે એ માટે ધા. નાખી છે પણ હજુ કોઈ જ પ્રતિભાવ મળ્યા ન હોઈ જમીનો ગુમાવનાર ખેડૂતોની પોતાની મોંઘીદાટ અને મહામૂલી જમીનો આમ પાણી મુલે આપવા અને એનું હાલનું આવું ન જેવું,મામુલી વળતર નહિ સ્વીકારવા સાગમટે નિર્ણય કરેલ છે ત્યારે આ અંગે ખેડૂતોના હિતમાં નવેસરથી જ એવોર્ડ નક્કી થાય અને આજીવન મહામૂલી જમીનો જ્યારે કાયમ માટે ગુમાવવાની છે ત્યારે જે બ્લોકમાં જે ખેડૂતોમાં સૌથી વધુ ઉંચી જંત્રી જે ખેડૂતની હોય એને બધાજ ખેડૂતોને લાગુ કરી એક સમાન વળતર ચુકવવામાં આવે એવી પણ રજુઆત કરવામાં આવી છે. ખેડૂતની જમીન રોડ જાય કે રેલવેમાં જાય.જમીન એની એ જ છે તો રોડ માટે અલગ અને રેલવે માટે અલગ વળતરનું ધોરણ એ પણ અન્યાય જ છે. જ્યાં પણ જમીન જાય એ જમીન એ એનું મૂલ્ય ક્યાં જાય છે એના ઉપર હોતું નથી પણ ખેડૂત પોતાની જમીન ગુમાવે છે એને તો અલગ અલગ ધોરણો નહીં અપનાવતા એક જ ધોરણ હોવું જોઈએ એવી પણ રજુઆત છે.

આ.મુદ્દે તાજેતરમાં જ પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય અને સહકારી આગેવાન શામળભાઇ પટેલ પણ એક પ્રદેશ ખેડૂત હોદ્દેદારોના પ્રતિનિધિ સાથે પ્રદેશ કક્ષાએ અને સાંસદો દ્વારા મંત્રીઓને પણ રજૂઆતો કરવામાં આવી છે.

 

“જમીન સંપાદન પુનર્વસનમાં વ્યાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર અધિનિયમ-2, 2013” મુજબ જમીન સંપાદન કાયદાની ઉપેક્ષા અંગે નારાજગી

જમીન સંપાદનની કરાતી કામગીરી વખતે સરકારે બનાવેલા કાયદા “જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસનમાં વ્યાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર અધિનિયમ2 2013” મુજબ જમીન સંપાદન અધિકારીએ કાર્યવાહી કરવાની હોય છે.પરંતુ આ કેસમાં અધિનિયમની જોગવાઈઓને નજરઅંદાજ કરવામાં આવી છે. કાયદો જ એટલા માટે બનાવવામાં આવ્યો છે કે અસરગ્રસ્તોને પારદર્શિતા સાથે વ્યાજબી વળતર મળે.મોડાસા શામળાજી હાઈવે ની સમાંતર 1 કી.મી. થી પણ ઓછા અંતરે રેલ્વે લાઈન પસાર થવાની છે.એવોર્ડ અલગ અલગ ન હોઈ શકે.માટે આ મુદ્દો સ્વીકારાય એ જરૂરી છે.

Related posts

ગુજરાતમાં સાયબર છેતરપીંડીના ગુનામાં એક જ વર્ષમાં 67 ટકાનો ધરખમ વધારો

saveragujarat

હિમાલયના વિસ્તારોમાં બરફવર્ષાની આગાહી કરાઈ, અનેક રાજ્યોમાં ધુમ્મસને લઈને એલર્ટ

saveragujarat

દીકરીની સલામ દેશને નામ થીમ પર પ્રજાસત્તાક દિનની ઉજવણી

saveragujarat

Leave a Comment