Savera Gujarat
Other

અમદાવાદના ઝૂંપડપટ્ટીવાસીઓને વીસ વર્ષ બાદ બારકોડ વાળા રેશનકાર્ડ મળ્યા

સવેરા ગુજરાત/અમદાવાદ: અમદાવાદના અસારવા ઝોન મા આવતા ચામુંડા રેલવે ઓવરબિજ ની નીચે વસતા શ્રમજીવી પરિવારો ના ઝુપડા ઓમા રહેતા નાગરિકો ને વીસ વર્ષ  મા પહેલી વાર નવા બારકોડ રેશનકાર્ડ  બનાવી આપવામા આવ્યા.અમદાવાદ શહેર ના મદદનીશ પુરવઠા નિયામક ડો.. રવિન્દ્ર સોલંકી અને ઝોનલ ઓફિસર રોનક મોદી અને વિચરતા સમુદાય સમર્થન  મંચ ના સંયુક્ત ઉપક્રમે આજે બે દાયકા ઓ બાદ તેઓ ને રેશનકાર્ડ  અને NFSA યોજના હેઠળ સમાવેશ કરી ને તેઓ ને અનાજ મળી રહે તે માટે નો કેમ્પ આજે ૨૪ માર્ચ  ના ગુરુવારે દિવસ દરમ્યાન યોજાયો હતો.આશરે ૬૦ થી વધુ ઝુપડા વાળા નાગરિકો ને ઘર આંગણે જ બારકોડ રેશનકાર્ડ  ઓ આપવામા આવ્યા જેથી તેમના મૉ પર આનંદ જોવા મળ્યો હતો. હવે આ અનાજનો જથ્થો બરોબર સગેવગે ના થઇ તેમના સુધી પહોંચશે તેવી આશા ઉજળી બની છે.

Related posts

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની તસ્વીરો સામે આવી

saveragujarat

ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવે રાજીનામું આપ્યું, ડો.માનિક સહા નવા CM બન્યા

saveragujarat

સેન્સેક્સમાં ૩૧૭, નિફ્ટીમાં ૯૨ પોઈન્ટનો કડાકો થયો

saveragujarat

Leave a Comment