Savera Gujarat
Other

વસ્ત્રાલના વેદ આર્કેડ મોલ પાસે ખાણીપીણીના ગેરકાયેદસર દબાણોનો રાફડો

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૪
અમદાવાદ પૂર્વમાં ઝડપથી વિકસિત વસ્ત્રાલ વિસ્તારમાં યોગ્ય પ્લાન પાસ કરાવી યેનકેન પ્રકારે બીયુ પરમિશન મેળવી લેવાય છે ત્યાર બાદ વિસ્તારમાં આવેલ મોટા ભાગના શોપિંગ કોમ્પલેક્ષમાં ગેરકાયદેસરમાં દબાણનો રાફડો ફાટયો છે. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ વેદ આર્કેડ મોલમાં અંદરને બહારની બાજુ વિવિધ સ્ટોલને મંજૂરી આપી ભાડા ઉઘરાવવામાં આવી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. મોલની બહારના ભાગમાં બરફ ગોળાનો સ્ટોલ કોઈની રહેમ નજર હેઠળ બે રોકટોક ચાલે છે ઉપરાંત આ મોલની બહાર અનેક પ્રકારની ખાણીપીણીની લારી ગલ્લા વાળા તરફથી પણ મોટા પ્રમાણમાં દબાણ થયા છે. આ વેદ અર્કેડ મોલ માં પાર્કિંગના નામે ફી વસૂલમાં આવે છે લોકો મોલના પાર્કિંગનો ઉપયોગ કરે તેના માટે વારંવાર ટ્રાફિક પોલીસ ક્રેન મારફતે વાહનો ટ્રોય કરે છે પરંતુ ત્યાં ટ્રાફિકને અડચણ રૂપ ખાણીપીણીના દબાણો દૂર કરવામાં આવતાં નથી. મોલના દુકાનધારકો પોતાની દુકાન આગળ લારીઓ ઉભી રખાવી ભાડા વસૂલ કરી રહ્યા છે બીજી બાજુ દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે.

 

Related posts

દેશમાં લોકોએ બિસ્કિટ, તેલ, કરિયાણાની ખરીદી વધારી દીધી

saveragujarat

તોફાનીઓને ઉંધા લટકાવીને સીધા કરવામાં આવશે ઃગૃહમંત્રી

saveragujarat

આપણે ગૌરવ લઈ શકીએ કે આપણી પાસે વેદ છે — ગુજરાતી સાહિત્યના જાણીતાં લેખિકા ધીરુબહેન પટેલ

saveragujarat

Leave a Comment