Savera Gujarat
Other

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલી કેન્ટીનની ગંભીર બેદરકારી

સવેરા ગુજરાત, અમદાવાદ- અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આવેલી કેન્ટીનમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં સિવિલની આ કેન્ટીનમાં ફ્રુટ, જ્યુસ, બિસ્કિટ, ચા સહિતની ચીજવસ્તુઓનું વેચાણ આ કેન્ટીનમાં કરવામાં આવે છે. સિવિલની આ કેન્ટીનમાં મુકવામાં આવેલા ફ્રુટ ખુલ્લા રાખવામાં આવ્યા હતા અને આ ફ્રુટો પૈકી ખુલ્લુ મુકવામાં આવેલા તડબૂચને ઉંદર આરોગી રહ્યો છે અને દર્દીઓ તેમજ સગાઓને વેચાણ થતી આ ખાદ્ય સામગ્રી ખુલ્લી મુકવાની આ બેદરકારી કેન્ટીનના સ્ટાફની બેદરકારી પ્રસ્તુત કરી રહી છે. ખુલ્લામાં મુકેલા આ ફ્રુટનો જ્યુસ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે દર્દીના સગા લઇ જાય છે ત્યારે કેન્ટીનની બેદરકારીને કારણે દાખલ દર્દી વધુ બિમારીનો ભોગ બની શકે છે. ત્યારે સિવિલની કેન્ટીનમાં ફ્રુટ ખાતો ઉંદરનો વિડીયો વાયરલ થતાં હોસ્પિટલના માહોલમાં ગરમાવો જાેવા મળ્યોં હતો.

બેકાળજી બદલ પગલાં ભરવામાં આવે પરંતુ કેન્ટીન બંધ ન કરવામાં આવે : કેન્ટીન મેનેજર અર્પણા મહેતા

ખુલ્લા મુકાયેલા ફ્રુટ ઉંદર આરોગી રહ્યા હોવાનો વિડીયો વાયરલ બાબતે સિવિલ હોસ્પિટલમાં આવેલી કેન્ટીનના મેનેજર અર્પણા મહેતાએ જણાવ્યું હતું કે, ખુલ્લામાં ફ્રુટ ન રાખવા જાેઇએ એ અમારા સ્ટાફની બેદરકારી છે અમારા માણસોની બેકાળજીના કારણે આ ઘટના બની છે. ત્યારે હવે અમે ખુબ જ ચોકસાઇ પૂર્વક ધ્યાન રાખીશું અને અમારી આ ભૂલ બદલ સિવિલ હોસ્પિટલનું જવાબદાર તંત્ર પગલા લઇ શકે છે પરંતુ અમારી કેન્ટીન ન બંધ કરાવે તેવી ભૂલ સાથે માફી માંગી રજૂઆત કરી કેન્ટીનમાં થયેલી બેકાળજીનો સ્વીકાર કર્યો હતો.

સિવિલ હોસ્પિટલમાં આવેલી કેન્ટીનમાં કોઇપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહી : સિવિલ સુપ્રિટેન્ડેન્ટ

અમદાવાદની નામનાં ધરાવતાં સૌથી મોટી સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં ફ્રુટ તેમજ અન્ય ખાદ્ય સામગ્રી ખુલ્લી પડી રહી છે તો બીજી તરફ કેન્ટીનમાં ઉંદરો કેન્ટીનમાં આંટા ફેરા કરી ખુલ્લામાં પડેલા ફ્રુટ આરોગતાં નજરે પડ્યા હોવાની બેદરકારી બહાર આવતાં આ બાબતે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ તબીબને આ બાબતે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં આવેલી કેન્ટીનમાં કોઇપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહી. હોસ્પિટલની કેન્ટીન તેમજ તેમાં રહેલી તમામ ખાદ્ય સામગ્રી સ્વચ્છ હોવી જાેઇએ અને સ્વચ્છતાં રાખવી જાેઇએ ત્યારે કેન્ટીની આ બેદરકારી બદલ કેન્ટીનના સંચાલક સામે કડક પગલાં ભરવામાં આવશે આ પ્રકારની ગંભીર બેદરકારી ફરી સામે આવશે તો કેન્ટીનનો કોન્ટ્રાક્ટ રદ પણ કરવામાં આવશે તેમ સિવિલ સર્જને જણાવ્યું હતું.

Related posts

અંબાજી ના કુંભારીયા મુકામે વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૨ દરમિયાન પકડાયેલ વિદેશ દારૂ નંગ ૨૫,૦૦૦ નો કરાયો નાશ

saveragujarat

ભાજપે ભ્રષ્ટાચાર કરવા IAS અને IPSને એજન્ટ બનાવીને કામે લગાડ્યા હોવાનો સંસનીખેજ આરોપ,કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુનો મોટો આરોપ.

saveragujarat

અમદાવાદમાં ૨ કલાક વરસાદ પડતા અનેક સ્થળે પાણી ભરાયા

saveragujarat

Leave a Comment